Western Times News

Gujarati News

જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર વાઇફ હેલી બીબરને અનફોલો કરી

મુંબઈ, જસ્ટિન બીબર અને હેલી બીબરને ત્યાં તાજેતરમાં બાળકનો જન્મ થયો છે, સાથે જ થોડાં વખતથી તેઓ ડિવોર્સની ચર્ચાઓનો પણ સામનો કરી રહ્યાં છે. સિંગર જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની હેલી બીબરને અનફોલો કરતા આ ચર્ચાને હવે વધુ જોર મળ્યું છે.

જોકે, એ હજુ પણ રેપર ડિડીને ફોલો કરે છે.તાજેતરમાં જ જસ્ટિન અને હેલી બીબર સાથે વેકેશન એન્જોય કરતા જણાયા હતા, ત્યારે જસ્ટિનના આ પગલાથી બંનેના ફૅન્સ આશ્ચર્યમાં પડી ગયા છે. જો તમે જસ્ટિનના અકાઉન્ટમાં જઈને હેલી સર્ચ કરશો તો તમને ‘નો યૂઝર્સ ફાઉન્ડ’ એવો મેસેજ આવશે. એવા અહેવાલો પણ છે કે હેલી હજુ પણ જસ્ટિનને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

થોડાં વથત પહેલાં જસ્ટિને આ જ રીતે તેનાં જૂના મિત્ર અને કોલબરેટર અશરને પણ સોશિયલ મીડિયા પર અનફોલો કર્યાે હતો. પછી હેલીને અનફોલો કરતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. જોક, જસ્ટિન હજુ પણ ડિડીને ફોલો કરે છે, જેના પર ઘણા લોકો દ્વારા સેકસ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ છે.જસ્ટિન અને હેલી બીબરની રિલેશનશિપ પ્રેમ, બ્રેક અપ્સ અને ફરી રોમેન્સમાં સંબંધોના વળાંકોથી ભરપૂર છે.

તેઓ પહેલી વખત હેલીના પિતા સ્ટીફન બોલ્ડવિન દ્વારા ૨૦૦૩માં મળ્યાં હતાં. તેમણે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૧૬માં બ્રેક અપ કરી લીધું હતું. ત્યારે જસ્ટિન સેલેના ગોમેઝ સાથે સંબંધમાં હતો. ૨૦૧૮માં હેલી અને જસ્ટિન ફરી એકબીજા સાથે જોડાયાં અને જુલાઈ ૨૦૧૮માં તેઓ એન્ગેજ થયા.

સપ્ટેમ્બરમાં તેમણે લગ્ન કર્યા અને ૨૦૧૯માં તેમણે લગ્નની મોટી ઉજવણી પણ કરી. ઓગસ્ટ ૨૦૨૪માં તેમને ત્યાં જેક બલ્યૂઝ બીબરનો જન્મ થયો. પરંતુ ત્યાર પછી સતત તેમના વચ્ચે ડિવોર્સની ચર્ચાઓ સપાટી પર આવતી રહી છે. ઓક્ટોબરમાં જ્યારે જસ્ટિને હેલીને એનિવર્સરીની શુભેચ્છાની પોસ્ટ ન કરી ત્યારથી આ ચર્ચા શરૂ થઈ છે.જ્યારે હેલીએ સાઉથ કેલિફોર્નિઆમાં તેમના લગ્નની તસવીરો શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.