Western Times News

Gujarati News

જસ્ટિન ટ્રૂડો આગામી ચૂંટણીમાં હારી જશેઃ ઈલોન મસ્ક

નવી દિલ્હી, કેનેડામાં ડિસેમ્બર ૨૦૨૫ પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્‌›ડો પોતાની લીબરલ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો વિશે અબજોપતિ એલોન મસ્કએ મોટી ભવિષ્યવાણી કરી છે.

મસ્કનો દાવો છે કે ટ્રૂડો આગામી ચૂંટણીમાં હારી જશે. હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

ટ્રમ્પના પ્રચારમાં મસ્કની પણ મોટી ભૂમિકા હતી. ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ટેસ્લા ચીફનો ઘણી વખત ઉલ્લેખ કર્યાે હતો.આ પણ વાંચો ઃ ભારતીય દૂતાવાસને સુરક્ષા આપવાનો ઈનકાર, જસ્ટિન ટ્રૂડો સરકારની અવળચંડાઈ! હાલમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મસ્કને ટેગ કર્યાે છે.

તેણે લખ્યું, ‘એલોન મસ્ક અમને ટ્‌›ડોથી છૂટકારો મેળવવા માટે તમારી મદદની જરૂર છે.’ આના પર મસ્કે જવાબ આપ્યો, ‘તે આગામી ચૂંટણીમાં હારી જશે.’ ખાસ વાત એ છે કે કેનેડામાં ડિસેમ્બર ૨૦૨૫ પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્રૂડો પોતાની લીબરલ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.

આ અગાઉ, ત્રણ પક્ષીય જોડાણ તૂટ્યા બાદ મસ્કે જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્‌ઝને ‘મૂર્ખ’ ગણાવ્યા હતા. વ્યાપાર તરફી પક્ષ ‘ળી ડેમોક્રેટ્‌સ’ના ક્રિશ્ચિયન લિંડનરને નાણામંત્રી પદેથી હટાવ્યા બાદ જર્મનીની ગઠબંધન સરકાર જોખમમાં છે.ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ લઘુમતી સરકાર સાથે દેશનું નેતૃત્વ કરશે, જો કે વિપક્ષી નેતાઓએ વહેલી ચૂંટણીની હાકલ કરી છે.

ચાન્સેલરે કહ્યું કે તેમની ‘સોશિયલ ડેમોક્રેટ્‌સ’ અને ‘ગ્રીન’ પાર્ટી આવતા વર્ષની શરૂઆતમાં લઘુમતી સરકારમાં રહેશે. જો કે, સંસદમાં સૌથી મોટા વિપક્ષી જૂથના નેતા ‘ક્રિશ્ચિયન ડેમોક્રેટ્‌સ’ના ફ્રેડરિક મર્ઝે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા અને ચૂંટણી યોજવાની હાકલ કરી છે.

ટ્રૂડો કેનેડામાં આવનારી ચૂંટણીમાં ઘણી મોટી પાર્ટીઓનો સામનો કરશે. તેમાં વિપક્ષી નેતા પિયર પોલિવિયરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની આગેવાનીવાળી દ્ગડ્ઢઁ એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નામ સામેલ છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે લિબરલ પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રૂડોને પદ પરથી હટાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા. જો કે, ટ્રૂડો લિબરલ પાર્ટીમાં પોતાના જ નેતૃત્વમાં ચૂંટણી લડવાના પક્ષમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.