Western Times News

Gujarati News

જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં પીએમ પદેથી રાજીનામું આપશે

ઓટાવા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્‌›ડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે.

ટ્રુડો પર દબાણ ક્યારે વધ્યું? ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્‌›ડો હવે દેશમાં જ ઘેરાતા જઈ રહ્યા છે. ટ્‌›ડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ ત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ળિલેન્ડએ ૧૬ ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે.

એક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્‌›ડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સ્ત્રોતે જણાવ્યું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે નેશનલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી એવું ન લાગે કે તેમને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે.

નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.લિબરલ પાર્ટી પાસે હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં ૧૫૩ સાંસદો છે.

કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં ૩૩૮ સીટો છે. તેમાં બહુમતનો આંકડો ૧૭૦ છે. થોડા મહિનાઓ પહેલા ટ્‌›ડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.

ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદથી તેમના પર દબાણ વધી ગયું છે. ટ્રમ્પ સતત તેમને નિશાને લઈ રહ્યા છે. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ કહ્યું હતું કે હવે ટ્‌›ડોના સત્તામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.