જસ્ટિનને હેલી સાથે નવી શરૂઆત કરવાની ઈચ્છા

મુંબઈ, જસ્ટિન બીબર અને તેની પત્ની હેલી બીબરના ડિવોર્સની અફવાઓ અવારનવાર ફેલાતી રહે છે, તેનાથી કંટાળીને હવે આ કપલ હોલિવૂડની દુનિયાથી દુર જવા માગે છે.
જેથી તેઓ આવા લોકોની નજરથી બચી શકે. કેટલાંક મેગેઝિનના અહેવાલો મુજબ, એક સૂત્ર દ્વારા માહિતી મળી છે કે, તેઓ યૂએસ છોડવા વિચારી રહ્યા છે. તેમના દિકરા જેક બ્લ્યુના ઘડતરના મહત્વના દિવસોમાં સતત સ્પોટલાઇટમાં રહેવાથી તેમના સંબધોમાં અસર પડી છે.
તાજેતરમાં ફેલાયેલી તેમના ડિવોર્સની અફવાઓ અને જસ્ટીન ડ્રગ લેતો હોવાના અહેવાલોથી તેના ફૅન્સ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. સૂત્રએ આગળ એમ પણ કહ્યું કે જસ્ટિન બાળપણથીં જ કેલિફોર્નિયામાં રહેવા માગતો હતો. તેની સાથે ઘણું બની ગયું છે.
તે ૧૩ વર્ષની ઉંમરે યૂએસ આવી ગયો હતો. “જસ્ટીને અત્યાર સુધી ઘણું સહન કર્યું છે તે બધાં જ જાણે છે, હવે તે એક પતિ અને પિતા છે, ત્યારે એને લાગે છે કે તેને આવી લોકપ્રિયતાની અપેક્ષા નહોતી, એ અને હેલી યૂએસ છોડવાનું વિચારે છે.”જસ્ટિન તો બાળપણથી જ દરેકની નજરમાં રહ્યો છે પરંતુ તે પોતાના દિકરા બાબતે ઘણો પ્રોટક્ટિવ છે અને કદાચ તેના અને હેલીના આવનારા બીજાં બાળક માટે પણ.
હેલીને તો કામ માટે મુસાફરી કરતા રહેવાની આદત છે. ત્યારે “તે હવે સ્થિર થઇને રહેવા માગે છે અને જેક માટે ઘરનો સુરક્ષિત માહોલ ઇચ્છે છે.” તેથી તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકો લોસ એન્જલસ કે ન્યૂ યોર્કમાં મોટાં થાય. જ્યોર્જ ક્લૂનીની જેમ, જે ઇટાલીમાં રહે છે, તેમ જસ્ટીન પણ યુરોપ શીફ્ટ થવા માગે છે.SS1MS