એક કરોડના ખર્ચે નવનિર્માણ કરાયેલું દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર ધામ
દ્વારકા, દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર દેશના ૧ર જયોતિર્લિંગ પૈકીનું દ્વાદશ એટલે કે ૧રમું જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિર દ્વારકાની યાત્રાએ આવતા તીર્થયાત્રિકો માટે પ્રમુખ આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો સુધી નાના કદના રહેલા આ મંદિરને ૯૦ના દાયકામં અને પ્રખર શિવભક્ત સ્વર્ગવાસી ગુલશનકુમારે એક જાહેર ટ્રસ્ટ બનાવીને નાગેશ્વર મંદિરને કલા અને સ્થાપત્ય નમૂનારૂપ બનાવ્યું છે.
શિવ મંદિરને વિશાળ કદનું બનાવી મંદિરનું શિખર, ગર્ભગૃહ તથા નિજમંદિરને અમૂલ્ય શિલ્પોથી સુશોભિત બનાવવામાં ગુલશકુમારે કોઈ જાતની કસર રાખી નથી. અંદાજિત રૂપિયા કરોડનો ખર્ચ આ મંદિર સંકુલના નવનિર્માણ માટે ટ્રસ્ટે કર્યો છે. આ મંદિર દ્વાદશ જયોતિર્લિંગમાં મનાતું હોઈ ધર્મ અને આસ્થાનું પ્રતિક તો છે
જ તે ઉપરાંત જાેવાલાયક સ્થળ તરીકે આ સ્થળનો વિકાસ ધ્યાનમાં રાખીને મંદિરની બાજુમાં જ મધ્યસ્થ કક્ષાના ભોજનગૃહ તથા રહેવા માટેની વ્યવસ્થા પણ નાગેશ્વર મંદિરમાં કરવામાં આવેલી છે. મંદિરના નવનિર્માણ દરમ્યાન જ ગુલશનકુમારનું અવસાન થતા તેમના પત્ની તથા પરિવાર દ્વારા આ નિમાણકાર્ય પુરૂ કરાવેલ છે.
હિન્દુ ધર્મમાં ભક્તિ અને શ્રદ્ધા માટે ધાર્મિક ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં તો આ જયોતિર્લિંગના દર્શન માટે રોજે રોજ હજારો શિવભક્તો ઉમટી પડે છે. શિવરાત્રિના દિવસે પણ ભાવિકોનો ધસારો રહે છે.
શ્રાવણ માસના દર સોમવારે આ મંદિરે પગપાળા યાત્રા કરવા હજારો શિવભક્તો આવે છે તેમજ મંદિરમાં રૂદ્રાભિષેક તથા હવન હોમ જેવા ધાર્મિક કાર્યો ભાવપૂર્વક થાય છે મંદિરની બહારના પટાંગણમાં સ્વર્ગવાસી ગુલશનકુમાર ટ્રસ્ટે નવનિર્માણ દરમ્યાન એક વિશાળ કદની ભગવાન શિવની મૂર્તિનું પણ નિર્માણ કર્યું છે.
૧રપ ફૂટ ઉંચાઈ, રપ ફૂટ પહોળાઈ ધરાવતી અને ર કિ.મી. દૂરથી દેખાતી આ અદભુત મૂર્તિના દર્શનકરવા એ પણ દર્શનાર્થીઓ માટે એક લહાવો ગણાય છે. બાજુમાં બગીચો છે. દ્વારકાની યાત્રાએ આવતા પ્રત્યેક નાગરિક નાગેશ્વર મંદિરની અચૂક મુલાકાત લેતા હોય છે.