કે. ચંદ્રશેખર રાવના શક્તિ પ્રદર્શન પર શરદ પવારે ચિંતા વ્યક્ત કરી
શરદ પવારે કહ્યું કે જાે ચંદ્રશેખર રાવની મુલાકાત બંને રાજ્યો વચ્ચે સહકાર વધારવા પર કેન્દ્રિત હોત તો તે વધુ સારું હોત
મુંબઈ, ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના પ્રમુખ અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ સોમવારે ૬૦૦ કારના કાફલા સાથે મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારે તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
શરદ પવારે તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ એક વિશાળ કાફલા સાથે મહારાષ્ટ્રના પંઢરપુર શહેરમાં પહોંચવા સામે વાંધો ઊઠાવતા કહ્યું હતું કે ‘તાકાત બતાવવા’નો આ પ્રયાસ ચિંતાજનક છે.
એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જાે ચંદ્રશેખર રાવની મુલાકાત બંને રાજ્યો વચ્ચે સહકાર વધારવા પર કેન્દ્રિત હોત તો તે વધુ સારું હોત. મંગળવારની રેલીમાં ભગીરથ ભાલકે, જેઓ એનસીપીની ટિકિટ પર ૨૦૨૧ માં પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણી લડશે,
બીઆરએસમાં જાેડાશે તે વિશે પૂછવામાં આવતાં, પવારે કહ્યું હતું કે જાે કોઈ વ્યક્તિ પક્ષ છોડી દે તો ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું, ‘ભગીરથ ભાલકેને ટિકિટ આપ્યા બાદ અમને સમજાયું હતું કે અમારી પસંદગી ખોટી હતી, પરંતુ હું તેના વિશે વાત કરવા માંગતો નથી.
આ અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમે તમારા રાજ્યની દરકાર રાખો, જ્યારે શિવસેનાએ પણ પ્રતિભાવ આપ્યો હતો. એટલું જ નહિ, તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે રાજ્યમાં તેમની પાર્ટી, ભારત રાષ્ટ્ર સમિતિ માટે એક આધાર બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો હોવાથી, એમપીસીસીના પ્રમુખ નાના પટોલેએ સોમવારે બીઆરએસને ભાજપની “બી ટીમ” ગણાવી હતી અને કહ્યું હતું કે તેની રાજકારણ પર કોઈ અસર નહીં થાય.