મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ યોજાશે
કુંઢેલી, કાગધામ (મજાદર)ખાતે ે મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ યોજાશે . આ અવસરે કાગના ફળીએ કાગની વાતો ,એવોર્ડ અર્પણ તેમજ કચ્છ, કાઠીયાવાડ ગુજરાતના નામી અનામી કલાકારો દ્વારા કાગવાણી ની પ્રસ્તુતિ થશે. તા.૨૩/૨/૨૦૨૩ ને ગુરૂવાર (કાગ ચોથ) ના રોજ બપોરે ૩ થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી મોરારીબાપુ ના સાનિધ્યમાં કાગના ફળીએ કાગની વાતો વિષય અંતર્ગત વક્તા શ્રીલાખણશીભાઈ ગઢવી અને શ્રીયશવંત લાંબા વક્તવ્ય આપશે.જેનું સંચાલન ડો. બળવંતભાઈ જાની કરશે.
કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ ખાતે કાગબાપુની ૪૬મી પુણ્યતિથિ નિમિત્તે કાગચોથના રોજ પૂ.મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો ૨૦૦૨ ની સાલથી યોજવામાં આવે છે. જેમાં કાગને ફળીએ કાગની વાતુ, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કાગવાણી પ્રસ્તુત થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૩ ના કાગ એવોર્ડમા મરણોત્તર સ્વ .નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ શ્રીહરેશ દાન સુરુ, સર્જક શ્રીઈશુદાન ગઢવી હિંમતનગર, સંશોધક શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) અને રાજસ્થાનના વિદ્વાન શ્રી ગજાદાન ચારણ (નાથુસર)ને કાગ એવોર્ડ રાત્રિના ૯ કલાકે અર્પણ કરવામાં આવશે. બાદમાં મોરારીબાપુ નું પ્રસંગિક ઉદબોધન થશે. આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ તથા કાગ પરિવાર દ્વારા સર્વ કાગપ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.