Western Times News

Gujarati News

કડીના બાવલુમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અમદાવાદનાં સટોડિયા ઝડપાયા

સ્થાનિક પોલીસે રૂ.ર.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો

મહેસાણા, કડી તાલુકાના બાવલુ ગામના એક મકાનમાં ગત બુધવારે રાત્રે ક્રિકેટની લાઈવ મેચ ઉપર મોબાઈલથી સટ્ટો રમી રહેલા ૧૩ સટોડિયાઓને સ્થાનિક પોલીસે બાતમીના આધારે રેડ કરી ઝડપી પાડયા હતા. પોલીસથી બચવા ગામડામાં આવેલા મકાનમાં બહારથી વ્યક્તિઓને બોલાવી ક્રિકેટનો સટ્ટો રમાડાતો હતો. પોલીસે રોકડા સહિત રૂ.ર.૬૧ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શીવાલિક બંગ્લોઝમાં રહેતો હરેશ નટવરલાલ ઠક્કર કડી તાલુકાના બાવલુ ગામની સીમમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી સટોડિયાઓને બોલાવી ગત બુધવારે મોડી સાંજે ચેÂમ્પયન ટ્રોફી ર૦રપની ન્યુઝિલેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી લાઈવ મેચ ઉપર મોબાઈલ ફોન આધારિત સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આ બાતમીના આધારે બાવલુ પોલીસે મકાનમાં વોરંટના આધારે રેડ કરતાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા ૧૩ સટોડિયા ઝડપાયા હતા.

પોલીસની રેડમાં હરેશ નટવરલાલ ઠક્કર (શિવાલિક બંગ્લોઝ, આનંદનગર ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ) રાહુલ અશોકભાઈ રાવલ (ઓમ એવન્યુ ક્રોમા મોલની બાજુમાં સાણંદ), જનક જગદીશચંદ્ર સાધુ (અશોકવાટિકા, સંતરામ સિટી, નાનીકડી), બીપીન વિરચંદભાઈ સોલંકી (શુભલક્ષ્મી ટેનામેન્ટ, ઝુંડાલ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ) જિજ્ઞેશ ભરતભાઈ વ્યાસ (વિનાયક હાઈટ્‌સ, મોમાઈ નગર, ચાંદલોડિયા તળાવ પાસે અમદાવાદ), વિશાલ ભરતભાઈ વ્યાસ (તુલસી વાટિકા, ડુમાણા રોડ, વિરમગામ, જિ.અમદાવાદ) સટ્ટો રમતા ઝડપાયા હતા.

આ ઉપરાંત નિશીત વર્ધીલાલ ઠક્કર (સુપરસિટી બંગ્લોઝ, ભાડજ, અમદાવાદ), નિલેશ રામચંદ્ર સાધુ (મેલાસણા, તા.સાણંદ), દર્શન શીરીશભાઈ રાવલ (ચંદ્રનગર, હનુમાનજી મંદિર પાસે, તા.વિરમગામ), પ્રણવ શીરીશભાઈ રાવલ (ચંદ્રનગર, હનુમાનજી મંદિર પાસે, તા.વિરમગામ), કવીશ હરેશભાઈ ઠક્કર (શીવાલિક બંગ્લોઝ, આનંદનગર ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ),

ક્રિશ હેરશભાઈ ઠક્કર (શિવાલિક બંગ્લોઝ, આનંદનગર ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ) તેમજ અક્ષીત ઉર્ફે રવિ કિશોરભાઈ રાવલ (રોયલ રેસિડેન્સી, વંદેમાતરમ, ગોતા, અમદાવાદ)ની રૂ.૭૧ હજાર રોકડ તેમજ રૂ.૧.૯૦ લાખના ૧૩ મોબાઈલ ફોન મળી કુલ રૂ.ર.૬૧ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.