કડીનો કબૂતરબાજ વારાણસીમાં સાધુના વેશમાં રહેતો હતોઃ પોલીસે ઝડપી લીધો
કબૂતરબાજીમાં સંડોવાયેલા કુખ્યાત પંકજ પટેલને SMCએ વારાણસીથી ઝડપી લીધો-પંકજ પટેલ પર SMCએ રપ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું
(એજન્સી)અમદાવાદ, કબૂતરબાજીમાં સંડોવાયેલા કુખ્યાત બોબી પટેલના સાગરિત પંકજ પટેલને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વારાણસીથી ઝડપી લીધો છે. પંકજ પટેલ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં કબૂતરબાજીનો ગુનો પણ નોંધાયો હતો જેમાં મુખ્ય આરોપી તરીકે બોબી પટેલનું નામ ખુલ્યું હતું. ગુનો દાખલ થયા બાદ પંકજ પટેલ ગુમ હતો.
જેને શોધવા માટે એસએમસસી સહિતની પોલીસ એજન્સીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પંકજ પટેલ પોલીસના હાથે નહીં આવતા અંતે તેના ઉપર રપ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એસએમસીએ બાતમીના આધારે વારાણસીથી પંકજ પટેલની ધરપકડ કરી છે.
ધરપકડ બાદ પંકજ પટેલને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેને નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કબૂતરબાજીના ગુનામાં મુખ્ય આરોપી ભારત ઉપર ભારત ઉપર બોબી પટેલ સાથે સંકળાયેલા એજન્ટ પંકજ પટેલનું નામ પણ ખુલ્યું હતું. પંકજ પટેલ મૂળ મહેસાણા જિલલાના કડીનો રહેવાસી છે. આરોપી કેટલાય સમયથી ફરાર હતો અને આરોપી ઉપર રપ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને જાણ થતાં એક ટીમ ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી હતી.
વારાણસી ખાતે બે દિવસ ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપી પંકજ પટેલની ગોલાદિનાનાથ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પંકજ ધરપકડ કરીને તેને ગાંધીનગર ખાતેની કચેરીએ લાવવામાં આયો હતો.
પંકજ પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ ફોન, ડોંગલ, રોકડ, અમેરિકન ડોલર્સ સહિતના કુલ ૩ર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા રર મહિનાથી નાસતો ફરતો હતો. આરોપીની માહિતી આપનાર માટ રપ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ગુનામાં અત્યાર સુધી નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસએમસી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.