કહાનીમાં ટ્વિસ્ટ! દર્શકોને જોવા મળશે “હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભીજી ઘર પર હૈ”માં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Bhabiji-Ghar-Par-hai-Mix-Track-5-1024x576.jpg)
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે અનિતા ભાભી કહે છે, “દરગાહમાંથી પાછો આવતી વખતે વિભૂતિ (આસીફ શેખ) અને અંગૂરી (શુભાંગી અત્રે)ની સ્કૂટર બગડી જાય છે. તેઓ મદદ માટે જોતા હોય છે ત્યારે તેમને એક બાબા મળે છે, જે તેમને મોટી મુશ્કેલીમાં મુકાશો એવી જાણ કરે છે.
આરંભમાં વિભૂતિ માનતો નથી, પરંતુ આખરે માની જાય છે. બંને બાબાને મોડર્ન કોલોનીમાં લાવે છે અને બધાને તેમની પર આગામી સમયમાં શું મુશ્કેલી આવવાની છે તે જાણવા માટે બોલાવે છે. અનિતા અને પ્રેમ (વિશ્વજિત સોની) સિવાય બધા તેને માને છે.
સમાધાન તરીકે બાબા અનિતા અને પ્રેમ સિવાય દરેકને ભિખારીનો વેશ ધારણ કરવા અને વિસ્તારમાં ભીખ માગવાનું શરૂ કરવા કહે છે. દરમિયાન રૂસા (ચારૂલ મલિક) ટીકા (વૈભવ માથુર) અને ટીલુ (સલીમ ઝૈદી)ને તેનો પિતા આવવાનો હોવાથી તેમને સૂટ પહેરવા માટે કહે છે, પરંતુ તેઓ તેની વાત માનતા નથી.
ઉપરાંત દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) પણ આવે છે અને સરકારે બધા ભિખારીઓને મદદ કેન્દ્રમાં બંધ કરવા કહ્યું છે એવી ઘોષણા કરે છે.”
એન્ડટીવી પર દૂસરી મા વિશે કૃષ્ણ કહે છે, “સૌથી મોટો ડ્રામા શો પર ઉજાગર થવાનો છે, કારણ કે યશોદા (નેહા જોશી)ને ખબર પડે છે કે કૃષ્ણ (આયુધ ભાનુશાલી) અશોક (મોહિત ડાગા)નો પુત્ર છે. કામિની કૃષ્ણને ભરમાવે છે અને યશોદા સાથે તેના સંબંધની ખોજ કરે છે, જેમાં આખરે તે અશોક અને માલાનો પુત્ર હોવાની જાણ થાય છે.
અશોક કૃષ્ણ અને તેના સંબંધ વિશે કોઈને નહીં કહેવા માટે કામિનીને આજીજી કરે છે અને તેને બદલામાં પૈસા આપવાનું નક્કી કરે છે. દરમિયાન યશોદા શેલ્ફ પર માલા (નિધિ ઉત્તમ)ની તસવીર મૂકીને તે ન્યાય અને આદરની હકદાર છે એવું કહે છે. અશોક તે જોઈને ગભરાઈ જાય છે અને આખરે યશોદા સામે તે કૃષ્ણનો પિતા છે અને માલા તેની પ્રેમિકા હતી એ વાત કબૂલ કરે છે. શું યશોદા પરિવારના સભ્યોને તેમની ગોપનીયતા જણાવશે?”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે કટોરી અમ્મા કહે છે, “બાળકો અને રાજેશ (કામના પાઠક) હપ્પુ (યોગેશ ત્રિપાઠી) કાર માટે પૂછે છે. જોકે કટોરી અમ્મા (હિમાની શિવપુરી) વિરોધ કરે છે. બીજા દિવસે કમિશન કિશોર ભાનુશાલી મનોહરને તેની કાર પ્યારી મેઈનટેનન્સ માટે આપે છે,
કારણ કે તેને કામ માટે બહારગામ જવાનું હોય છે. હપ્પુને આ વિશે જાણ થતાં જ તે મનોહરને પ્યારીને ઘરે લઈ જવા માટે મનાવી લે છે. નવી કાર જોઈને આખો પરિવાર રોમાંચિત થાય છે અને ઢોલ પર નાચે છે. બીજી બાજુ કટોરી અમ્મા વાંધો ઉઠાવવા છતાં નવી કાર ખરીદી કરવા માટે હપ્પુ પર ખીજાય છે અને તેને લાફો મારે છે. કમિશનર શહેરમાં આવતાં અને કાર માટે તલાશ કરે છે, પરંતુ કટોરી અમ્મા હપ્પુને જાણ કર્યા વિના કાર વેચી મારે છે, જેને લીધે વાર્તામાં રોચક વળાંક આવે છે.”