કૈલાસ-માનસરોવર યાત્રા જલદી શરૂ થવી જોઈએ

બેઇજિંગ, ભારત અને ચીનના પ્રતિનિધિઓએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર વર્તમાન પરિસ્થિતિ, માનસરોવર યાત્રા સહિત અનેક મુદ્દાઓ પર સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં શક્ય તેટલી વહેલી તકે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. સરહદ પર વધતા તણાવને કારણે વર્ષ ૨૦૨૦માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકનો મુખ્ય મુદ્દો માનસરોવર યાત્રા હતો. તાજેતરમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર સર્વસંમતિ બની છે.ભારત-ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે ડબલ્યુએમસીસીની ૩૩મી બેઠક દરમિયાન આ ચર્ચા થઈ હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડબલ્યુએમસીસી બેઠક સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. એક નિવેદનમાં જણાવાયું હતું કે, ‘બંને પક્ષો આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી ખાસ પ્રતિનિધિઓની બેઠક માટે નક્કર તૈયારીઓ કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમણે સરહદ પારની નદીઓ અને કૈલાશ-માનસરોવર યાત્રા સહિત સરહદ પાર સહયોગ વહેલી તકે ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરી હતી.
ભારતીય પ્રતિનિધિમંડળના નેતાએ ચીનના સહાયક વિદેશ પ્રધાન હોંગ લીની પણ સૌજન્ય મુલાકાત લીધી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ૨૬-૨૭ જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે વિદેશ સચિવ-નાયબ વિદેશ મંત્રી મિકેનિઝમની બેઠક માટે બેઇજિંગની મુલાકાત લીધી હતી.SS1MS