એકસમયે કાજોલને અક્ષય કુમાર ઉપર હતો ક્રશ
મુંબઈ, કાજાેલ અને કરણ જાેહર બોલિવુડ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ બડીમાંથી એક છે. તેમની વચ્ચેની મિત્રતા આશરે બે દશકા કરતાં પણ જૂની છે. એક્ટ્રેસ ફિલ્મમેકરની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, જેમાં કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને માય નેમ ઈઝ ખાનનો સમાવેશ થાય છે. બંને અવારનવાર પાર્ટી કરતાં અને ઈન્ટરવ્યૂ દરમિયાન એકબીજા વિશે ખુલાસા કરતાં જાેવા મળે છે.
કાજાેલ વિશે હાલમાં કંઈક આવી જ રસપ્રદ વાત કરણ જાેહરે જણાવી હતી, જ્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘સલામ વેંકી’ના પ્રમોશન માટે સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦ના સેટ પર મહેમાન બનીને પહોંચી. ચેનલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અપકમિંગ એપિસોડનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે.
જેમાં કાજાેલ અને કરણ જાેહર એક ગેમ રમતાં અને એકબીજા સાથે જાેડાયેલા સવાલના જવાબ આપતાં જાેવા મળ્યા. શોના હોસ્ટ મનીષ પૌલે કરણ જાેહરને પૂછ્યું ‘કાજાેલ મેમને બોલિવુડમાં કોના પર ક્રશ હતો, અજય સર સિવાય’, જવાબમાં કરણે કહ્યું ‘તેને અક્ષય કુમાર પર ક્રશ હતો’. આ જાણીને કાજાેલ હસવા લાગી. તેના પર મનીષે કહ્યું ‘શું આ વાતની જાણ અજય સરને થઈ હતી કે નહીં’.
કાજાેલને પણ કરણ વિશે સવાલ કરવામાં આવ્યો કે ‘જાે કરણ સર ડિરેક્ટર ન હોત તો શું હોત’ તેના જવાબમાં કાજાેલે લખ્યું ‘કોરિયોગ્રાફર’. ત્યારબાદ બંનેએ ‘કુછ કુછ હોતા હૈ’નો સીન પર રિક્રિએટ કર્યો. કાજાેલ અને અક્ષય કુમાર ૯૦ના દશકાના પોપ્યુલર એક્ટર્સમાંથી એક છે. બંનેએ ફિલ્મ ‘યે દિલ્લગી’માં સ્ક્રીન શેર કરી હતી, જે ૧૯૯૪માં રિલીઝ થઈ હતી.
અગાઉ, ધ કપિલ શર્મા શોમાં કરણે ખુલાસો કર્યો હતો કે, કેવી રીતેઋષિ કપૂર અને પાકિસ્તાની એક્ટ્રેસ ઝેબા બખ્તિયારની ફિલ્મ ‘હેમા’ના મુંબઈમાં થયેલા પ્રીમિયરમાં બંનેએ અક્ષય પર નજર રાખી હતી. તે દિવસને યાદ કરતાં કરણે કહ્યું હતું ‘પ્રીમિયર દરમિયાન કાજાેલ અક્ષય કુમારને શોધતી રહી અને હું સપોર્ટ બન્યો.
કોણ જાણતું હતું કે કદાચ હું પણ તેને શોધતો હતો. અંતમાં અક્ષય તો અમને ન મળ્યો પરંતુ એકબીજા જરૂરથી મળ્યા. કાજાેલની અપકમિંગ ફિલ્મ ‘સલામ વેંકી’ની વાત કરીએ તો, તે ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. જેમાં તે માનું પાત્ર ભજવી રહી છે.
છેલ્લે એક્ટ્રેસ ૨૦૨૧માં આવેલી અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘ત્રિભંગા’માં દેખાઈ હતી. બીજી તરફ, કરણ જાેહરની ફિલ્મ ‘રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’ આવતા વર્ષે એપ્રિલમાં થિયેટરમાં આવશે, જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે.SS1MS