દુર્ગા પંડાલમાં દીકરાએ ભોજન પીરસતાં કાજોલને થયો ગર્વ

મુંબઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ કાજાેલ પોતાના પરિવાર સાથે દુર્ગા પૂજામાં જાેડાઈ છે. નોર્થ મુંબઈમાં યોજાયેલા સર્વોજનનિ દુર્ગા પૂજા પંડાલમાં આયોજિત કાર્યક્રમમાં કાજાેલ સામેલ થઈ હતી. દરમિયાન તેનો દીકરો યુગ પણ સાથે હતો.
મમ્મી સાથે મળીને યુગ પ્રસાદ સેવા કરતો જાેવા મળે છે. પંડાલમાં ભોજન પીરસી રહેલા દીકરાનો વિડીયો કાજાેલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. દુર્ગા પૂજા દરમિયાન સેલિબ્રિટીઝ પણ સામાન્ય લોકોની જેમ જ તેમનામાં ભળીને તહેવારનો આનંદ લેતા હોય છે.
કાજાેલે દુર્ગા પંડાલમાંથી વિડીયો શેર કર્યો છે, જેમાં કાજાેલના હાથમાં કોઈ વાનગીથી ભરેલું વાસણ છે. જે તેનો દીકરો યુગ એક-એક કરીને બીજાની થાળીમાં પીરસી રહ્યો છે. કાજાેલે વિડીયો શેર કરતાં લખ્યું, “પૂજામાં મારો દીકરો પીરસી રહ્યો છે તે જાેઈને આનંદ થાય છે.
ભૂલો થઈ છે પરંતુ પરંપરા ચાલુ રહી છે.” વિડીયોમાં જાેઈ શકો છો કે, કાજાેલે ગુલાબી રંગની સાડી પહેરી છે અને તેનો દીકરો યુગ પણ મેચિંગ કુર્તામાં જાેવા મળી રહ્યો છે. દુર્ગા પૂજા દરમિયાન કાજાેલ ઉપરાંત રાની મુખર્જી, તનુજા, તનીષા મુખર્જી પણ હાજર હતી.
તનિષા મુખર્જીએ પણ સપ્તમી પૂજાની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તનિષા, કાજાેલ, યુગ અને તનુજા જાેવા મળી રહ્યા છે. તનિષાએ તસવીરો શેર કરતાં લખ્યું, “સપ્તમી હંમેશા ખાસ હોય છે. અમે સૌએ સાથે મળીને પહેલી અંજલી આપી હતી. કાજાેલ સાથે મળીને સ્વાદિષ્ટ ભોગ ખાધો.”
આ સિવાય કાજાેલ કઝિન અયાન મુખર્જી, બહેન તનિષા અને પરિવારના અન્ય સભ્યો સાથે વ્યસ્ત જાેવા મળી રહી છે. મુખર્જી ભાઈ-બહેનો વચ્ચેનું બોન્ડ આ વિડીયોમાં જાેવા મળ્યું હતું.
વર્કફ્રંટની વાત કરીએ તો, કાજાેલ ટૂંક સમયમાં જ સીરીઝ ધ ગુડ વાઈફ-પ્યાર, કાનૂન, ધોખામાં જાેવા મળશે. આ સીરીઝ દ્વારા કાજાેલ વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કરશે.SS1MS