કાજોલના કારણે પહેલી હિન્હી ફિલ્મનું શૂટિંગ સરળ બન્યુંઃ સંયુક્તા
મુંબઈ, સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સંયુક્તાની સાથે કાજોલનો લીડ રોલ છે. કાજોલ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું સંયુક્તા માને છે.
આ સાથે તે ફિલ્મનું શૂટિંગ સરળ બનાવવા બદલ કાજોલનો આભાર પણ માને છે. સંયુક્તાની છેલ્લી તેલુગુ ફિલ્મ વિરુપાક્ષ બ્લોકબસ્ટર રહી હતી. તેની આગામી હિન્દી ફિલ્મ કાજોલ છે.
આ ફિલ્મમાં રાંકમાંથી રાજા બનવા સુધીની સ્ટોરી છે. પહેલી હિન્દી ફિલ્મમાં કાજોલ સાથે સ્ક્રિન શેર કરવાના અનુભવ અંગે સંયુક્તાએ જણાવ્યુ હતું કે, કાજોલની ફિલ્મો જોતાં જ તે મોટી થઈ છે અને તેમને નરી આંખે જોવાં તથા તેમની સાથે કામ કરવું તે મોટી વાત છે.
અમે શૂટિંગમાં સાથે હોઈએ ત્યારે કાજોલ મદદરૂપ થવા સતત પ્રયાસ કરતા. તેઓ ક્યુઝ આપીને મારા સીનનું શૂટિંગ સહેલું બનાવતા હતા. ફિલ્મોમાં પડદા પર દેખાય છે, તેના કરતાં કાજોલ વાસ્તવિક જીવનમાં વધારે સરસ છે.
સાઉથની ફિલ્મો કલ્કિ, વાથી અને વિરુપાક્ષમાં સંયુક્તાની એક્ટિંગ વખણાઈ છે, જેના કારણે મહારાજ્ઞી પાસેથી અપેક્ષાઓ વધી છે. મહારાજ્ઞી સાથે તેની કરિયરમાં નવું સોપાન ઉમેરાઈ રહ્યું છે. સાઉથમાં કમાલ કરનારી સંયુક્તાને હિન્દી એક્શન અવતારમાં જોવા ઓડિયન્સ પણ આતુર છે.SS1MS