કાજોલનું બે મહિનામાં વધી ગયુ હતું ૮ કિલો વજન

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કાજાેલે ઈન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરા કર્યા છે. પરંતુ અત્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીને કારણે ખૂબ ચર્ચામાં છે. કાજાેલ વિવિધ રિયાલિટી શૉ પર ફિલ્મને પ્રમોટ કરવા જઈ રહી છે. આ સિવાય તે બેક ટુ બેક ઈન્ટર્વ્યુ પણ આપી રહી છે.
તેની સાથે ફિલ્મ ડિરેક્ટર રેવતી પણ હોય છે અને કો-સ્ટાર વિશાલ જેઠવા પણ હોય છે. પરંતુ કાજાેલ પોતાના મજાકિયા અને વાતોડિયા સ્વભાવને કારણે ઓળખાય છે. માટે કાજાેલ દ્વારા કહેવામાં આવેલી વાતોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. તે ફિલ્મની સાથે સાથે પોતાના જીવનને લગતા પણ રસપ્રદ ખુલાસા કરતી હોય છે.
તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં તેણે પોતાની ખાણીપીણી વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેના ગયા પછી દેવગણ પરિવારમાં માછલી ખાવાનું ચલણ વધ્યું છે. આ સિવાય તેણે લગ્ન પછી વધી ગયેલા પોતાના વજન વિશે પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ કાજાેલ અને અજય દેવગણે લગ્ન કર્યા હતા. તેમણે ઘરના ધાબા પર જ સાદગીમાં લગ્ન કર્યા હતા.
કાજાેલને સાસુ વીણા દેવગન સાથે ઘણો સારો બોન્ડ છે. કાજાેલે એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, લગ્નના બે મહિનામાં મારું વજન ૮ કિલો વધી ગયુ હતું.
દરરોજ સવારે અમારી સામે ટેબલ પર અલગ અલગ પ્રકારના પરાઠા પડેલા હોતા હતા. પનીર પરાઠા, ગોબી પરાઠા, પનીર ગોબી પરાઠા, કાચા બટેટાના પરાઠા, બાફેલા બટેટાના પરાઠા. અને સાથે જ સફેદ માખણ પણ મૂકવામાં આવતુ હતું. તે સમયે તો ડાયટિંગ વિશે કોઈ જ જાણકારી નહોતી. મને ડાયટિંગનો ડ પણ નહોતો ખબર. આ સિવાય તેણે કરચલા ખાવાના શોખ વિશે પણ વાત કરી.
કાજાેલે જણાવ્યું કે, ઘરે હું અને મારા સાસુ શોખથી મચ્છી ખાઈએ છીએ. મહિનામાં એક વાર ક્રેબ પણ મંગાવીએ છીએ. તેના માટે પૂરતો સમય જાેઈએ. ક્રેબ ખાવા માટે નિરાંતે બેસવુ પડે છે તમારે. આ સિવાય જ્યારે હાથથી જમવાની વાત નીકળી તો કાજાેલે કહ્યું કે હાથથી ખાવાનો સ્વાદ જ અલગ હોય છે.
તમને અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. આટલુ જ નહીં, કાજાેલના કો-સ્ટાર વિશાલ જેઠવાએ જણાવ્યું કે તે પોતાના ઘરેથી કાજાેલ માટે ટિફિન લઈને આવ્યો હતો. કાજાેલે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે વિશાલ ગુજરાતી છે તો મેં તેને કહ્યું કે તારે અમારા માટે કેરીનો રસ, લાડવા વગેરે લાવવું જાેઈએ. અને તેના મમ્મીએ એટલા સરસ લાડવા મોકલ્યા હતા. કેરીનો રસ પણ મજાનો હતો.
ત્યારપછી વિશાલે કહ્યું કે, કાજાેલ મેમ પછી બદલામાં મારા માટે પાલક પનીર લઈને આવ્યા હતા. ગુજરાતીમાં આને અમે વાટકી વ્યવહાર કહીએ છીએ. કાજાેલ સલામ વેન્કી ફિલ્મમાં વિશાલ જેઠવાના પાત્રની માતાના રોલમાં જાેવા મળશે. ફિલ્મ ૯ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.SS1MS