શોલેમાં ૭ મિનિટની સ્ક્રીન સ્પેસ માટે કાલિયાને ૨૫૦૦ જ મળ્યા હતા!
મુંબઈ, આજે અમે તે અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે ૪૪૦થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું અને થોડા જ સમયમાં તે લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા. એ અભિનેતાનું નામ છે વિજુ ખોટે. હા, એ જ વિજુ ખોટે, જેમણે ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘શોલે’માં ‘કાલિયા’ની ભૂમિકા ભજવી હતી.
વિજુ ખોટે ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા હતા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના પ્રશંસકો આજે પણ તેમને ફિલ્મ ‘શોલે’ માટે યાદ કરે છે. તે ફિલ્મ ‘શોલે’માં ડાકૂ કાલિયા તરીકે પ્રખ્યાત હતા અને ‘સરદાર, મેંને આપકા નમક ખાયા હૈ’ ડાયલોગના રૂપમાં જાણીતા હતા.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, વિજુને ‘શોલે’માં ફી તરીકે ૨૫૦૦ રૂપિયા મળ્યા હતા, જે તે સમયે મોટી રકમ કહી શકાય. એવું કહેવાય છે કે વિજુ ખોટે ફિલ્મ ‘શોલે’માં માત્ર ૭ મિનિટની સ્ક્રીન સ્પેસ હતી, પરંતુ તેમણે તે ૭ મિનિટમાં એવા પ્રાણ ફૂંક્યા કે તે યાદગાર બની ગયું.
આ ફિલ્મમાં તેમને ‘ગબ્બર’ના રોલમાં અમજદ ખાનની ખૂબ જ નજીક બતાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘શોલે’ પછી તેમણે એક પછી એક ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ દરેક વખતે તે સપો‹ટગ રોલમાં જોવા મળ્યા, આ સિવાય તેમણે નાના પડદા પર પણ પોતાનું નસીબ અજમાવ્યું, જ્યાં તેઓ ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ‘શોલે’ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ હતી, જેનું નિર્દેશન રમેશ સિપ્પી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમના પિતા જીપી સિપ્પી દ્વારા નિર્મિત અને સલીમ ખાન-જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવી હતી.
આ ફિલ્મ બે ગુનેગારો, વીરુ (ધર્મેન્દ્ર) અને જય (અમિતાભ બચ્ચન) વિશે છે, જેમને એક નિવૃત્ત પોલીસ અધિકારી (સંજીવ કુમાર) ઘાતકી ડાકુ ગબ્બર સિંહ (અમજદ ખાન)ને પકડવા માટે રોકે છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ અને તે ૧૯૭૫ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ. આ ફિલ્મ આજે પણ લોકોમાં ઘણી ફેમસ છે અને આ ફિલ્મના ગીતો પણ સુપરહિટ થયા હતા.SS1MS