કલ્કિ ઈફેક્ટ, ‘ઔરોં મેં કહાં દમ થા’ પોસ્ટપોન થઈ
મુંબઈ, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની સફળતાને ધ્યાનમાં રાખીને અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ની રિલીઝ પોસ્ટમોન કરી દેવામાં આવી છે.
પહેલાં આ ફિલ્મ ૫ જુલાઈના રોજ રિલીઝ થવાની હતી. એક સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર“‘કલ્કિ ૨૮૯૮ એડી’ વીકેન્ડમાં ઘણી સારી ચાલી છે, ચાલુ દિવસોમાં પણ ફિલ્મની સારી પકડ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ સારી ચાલશે એવો અંદાજ છે. તો જો આ શુક્રવારે ‘ઔરોં મેં કહાં દમ થા’ રિલીઝ થાય તો થિએટરના સ્ક્રિન બંને ફિલ્મ વચ્ચે વહેંચાઈ જશે, તેના કારણે બંને ફિલ્મને ભોગવવું પડશે.
તેના કારણે ફિલ્મના એક્ઝિબિટર્સને પણ ભોગવવું પડે. આમ કોઈને નુકસાન ન થાય તે હેતુથી આ ફિલ્મની રિલીઝ પાછી ઠેલાઈ છે.” સૂત્ર દ્વારા આગળ જણાવાયું,“ફિલ્મના મેકર્સ જલદી જ તેની આગામી રિલીઝની તારીખનો નિર્ણય લેશે. મોટાભાગે આ ફિલ્મ જુલાઈના બીજા વીકમાં રિલીઝ કરાશે.
એવું પણ બની શકે કે આ ફિલ્મ ૨ ઓગસ્ટે રિલીઝ થાય.” તો એવું બનશે કે આ અઠવાડિયે કરણ જોહરની ‘કીલ’ આ અઠવાડિયે રિલીઝ થનારી એકમાત્ર ફિલ્મ હશે. ધર્મા પ્રોડક્શન અને સિખ્યા પ્રોડક્શનની આ ફિલ્મને ફેસ્ટિવલ્સમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.
આ ઉપરાંત હોલિવૂડ એનિમેશન ફિલ્મ ‘ડેસ્પિકેબલ મી ૪’ આ અઠવાડિયે રિલીઝ થશે. એક એક્ઝિબારના કહેવા અનુસાર,“સારું છે કે,‘ઔરોં મેં કહાં દમ થા’ પાછી ઠેલાઈ. કલ્કિ અવિરત દોડી રહી હોવાથી આ શુક્રવારે તે ક્ષમતા મુજબનું પ્રદર્શન ન કરી શકી હોત.” અમે આશા રાખીએ છીએ કે ઇન્ડસ્ટ્રી બે રિલીઝ વચ્ચે થોડો સમય આપવાનું મહત્વ સમજે જેથી આવી સ્થિતિ ટાળી શકાય.”SS1MS