કલ્કિની સીક્વલ પાકી, ૬૦ ટકા શૂટિંગ પણ થઈ ગયું
મુંબઈ, ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં પ્રભાસની સાથે દીપકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન લીડ રોલમાં છે. કલ્કિના સુપ્રીમ યાસ્કિન (કમલ)ને લાંબા સમયથી એક ઔષધિ જોઈતી હતી, જે તેમને મળી જાય છે, જેના કારણે પ્રોજેક્ટ કેનો માર્ગ સરળ બને છે.
અશ્વત્થામા (અમિતાભ)ને ભૈરવ અંગેની ગેરસમજ દૂર થાય છે અને સીક્વલમાં પ્રેગનન્ટ સુમ-૮૦ (દીપિકા)ના લીડ રોલનો પાયો નંખાઈ ચૂક્યો છે. ફિલ્મના અંતમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું સિનેમેટિક યુનિવર્સ આગળ ધપવાનું એલાન થાય છે. ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં પ્રભાસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પાર્ટ ૨નું કામ પૂરું થવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.
પ્રોડ્યુસર અશ્વિની દત્તે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સીક્વલનું ૬૦ ટકા શૂટિંગ પૂરું થયું છે. કેટલાક મહત્ત્વના સીન હજુ બાકી છે અને રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી.
કલ્કિમાં પ્રભાસ કરતાં વધારે વખાણ કમલ હાસનના થઈ રહ્યાં છે. આ ફિલ્મમં તેમનો સ્ક્રિન ટાઈમ ઓછો છે, પરંતુ પાર્ટ ૨માં તેમનો રોલ વધારે લાંબો હોવાના અણસાર આપી દેવાયા છે. કમલ હાસને ચેન્નાઈ ખાતે જણાવ્યું હતું કે, કલ્કિમાં તેમણે થોડીક મિનિટનો નાનો રોલ કર્યાે છે.
ફિલ્મમાં તેમના જોડાણની આ શરૂઆત છે. બીજા પાર્ટમાં વધારે મોટો રોલ જોવા મળશે. તેથી આ ફિલ્મને તેમણે પણ અન્ય દર્શકોની જેમ જોઈ છે અને સરપ્રાઈઝમાં મૂકાયા છે. સાઉથના એક્ટર દુલકર સલમાનનો નાનો, પણ મહત્ત્વનો રોલ છે.
દુલકરે કેપ્ટનનો રોલ કર્યાે છે અને સીક્વલમાં તેમનો રોલ પણ મોટો રહેવાની શક્યતા છે. ૨૭ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં ગ્લોબલ બોક્સઓફિસ પર રૂ.૪૧૫ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. રવિવારે રજાનો દિવસ હોવાથી રિલીઝના ચોથા દિવસે તેને રૂ.૧૦૦ કરોડથી વધુનું કલેક્શન મળવાનો અંદાજ છે.
આમ, માત્ર ચાર જ દિવસમાં રૂ.૫૦૦ કરોડના ગ્લોબલ બોક્સઓફિસ કલેક્શન સાથે ‘કલ્કિ ૨૮૯૮ એડી’એ વર્ષની સૌથી વધુ સફળ ફિલ્મ બનવા આગેકૂચ શરૂ કરી છે. પહેલો પાર્ટ સફળ રહે તો તેની સીક્વલ બનવાનું સ્વાભાવિક છે. ફિલ્મ મેકર્સે પણ તેનું આગોતરું આયોજન કરી રાખ્યું છે ત્યારે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ જોનારા ઓડિયન્સમાં સીક્વલ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.SS1MS