કલોલ કોલેજમાં ગુરુ દક્ષિણામાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને વૃક્ષો આપ્યા
કલોલ કોલેજમાં ગુરુ દક્ષિણામાં વૃક્ષો આપીને ગુરુ પૂજન કર્યું.
ક્લોલની આર્ટ્સ સાયન્સ કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.વિદ્યાર્થીઓએ ગુરુ દક્ષિણામાં ગુરુને એક વૃક્ષ આપી એ વૃક્ષની જાળવણી કરવાના સંકલ્પ લીધા.કોલેજના NCC અને ફેન્સ ઓફ આર્મીના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પર્યાવરણ જાળવણી થીંમ પર કરવામાં આવી. પ્રિ.ડો.કે.સી.દેશમુખ ના માર્ગદર્શન હેઠળ પ્રા. સી.કે.મેવાડા અને ડો એચ.કે.સોલંકીએ એક એક વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કરાવ્યું.આ પ્રસંગે એન.સી.સી.ના વિદ્યારથીઓએ ગુરુનું મહત્વ સમજાવ્યું. કોલેજમાંથી ડો.ડી.એ.ઠાકર, ડો.જીગર પરીખ ,ડૉ. આર.એમ.પટેલ, પ્રા. અમૃત ચૌધરી અને પ્રો.પી.એચ.સોલંકી હાજર રહ્યા હતા. ફેન્સ ઓફ આર્મીના પ્રમુખ નિહાર કોઠીયા અને મંત્રી ધવલ પટેલ હાજર રહીને વૃક્ષારોપણ કર્યું.