Western Times News

Gujarati News

શ્રમયોગી મહિલાએ બસમાં કાલોલ બસસ્ટેન્ડમાં બાળકને જન્મ આપ્યો

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પંચમહાલ દ્વારા કાર્યરત ધનવંતરી આરોગ્ય રથ દર શનિવારે કાલોલ બસ સ્ટેન્ડ કડિયા નાકા ખાતે બાંધકામ શ્રમયોગીઓને સેવા આપવા માટેની કામગીરી કરે છે.

પંચમહાલ જિલ્લામાં અલગ અલગ કડિયાનાકા ખાતે બાંધકામ શ્રમિકોને મેડિકલને લગતી પ્રાથમિક સારવાર આપી તેઓની બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવી ઇ નિર્માણ કાર્ડ સ્થળ પર જ પૂરા પાડે છે તેમજ આ બોર્ડની અલગ અલગ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કુલ ત્રણ રથ કાર્યરત છે.

જે કામગીરી દરમિયાન ગત શનિવારે સવારે કાલોલ બસસ્ટેન્ડ કડિયાનાકા ખાતે શ્રમયોગી મહિલા નિનામા મનીષાબેન વિક્રમભાઈને વડોદરાથી દાહોદ વતન તરફ જતી વખતે મુસાફરી દરમ્યાન અચાનક પ્રસૂતિની પીડા શરુ થતાં કાલોલ બસ સ્ટેન્ડમાં જ કડિયાનાકું ભરાતું હોવાથી

ત્યાં ફરજ બજાવતા ધનવંતરી આરોગ્ય રથ ગોધરાનાં ડોકટર સાનિયા અને મેડિકલ સ્ટાફ દ્વારા નોર્મલ પ્રસુતિ કરાવી ૧૦૮ને જાણ કરી સલામત રીતે માતા અને બાળક બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.