Western Times News

Gujarati News

કલોલ હવે ખાતરની સાથોસાથ બીજ સંશોધન ક્ષેત્રે પણ નામના મેળવશે: દિલીપ સંઘાણી

સરદાર પટેલ, ત્રિભુવનદાસ  પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતા ના સમયથી ચાલતી સહકારી પ્રવૃત્તિને પ્રધાનમંત્રી-સહકાર મંત્રીએ વઘુ મજબુત બનાવી- દિલીપ સંઘાણી ગુજરાતે સહકારી પ્રવૃત્તિના મૂળને મજબુત કરવાનું કામ કર્યું છે-અમિત શાહ

સહકારી પ્રવૃત્તિમાં સરકારનું પણ સમર્પણ-મુખ્યમંત્રી ઇફકો-કલોલ પ્લાન્ટ સ્થાપનાના ૫૦ વર્ષની ઉપલક્ષમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શાહ, મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ યુરિયા ખાતર સંકુલ સુવર્ણ જયંતિ, બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ,સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંસદસભ્યો હરીભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ઈફકોના MD ડો. ઉદયશંકર અવસ્થી, ઘારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

કલોક, સહકારી ચળવળની આગેવાની લેનાર ગુજરાત સહકાર થી સમૃધ્ધિ તરફ આગળ વઘી રહ્યું છે તેના મૂળમાં ગુજરાતની આગવી સુઝબુઝ ઘરાવતી સહકારી પ્રવૃત્તિ અને ઇફકો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતાના સમયથી કાર્યરત ગુજરાતની સહકારિતા મૂલ્યોનું સંવર્ધન અને સહકારિતાના મૂળને મજબુત કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી કરી રહેલ છે.

જેનો શ્રેય પણ ગુજરાતને ફાળે જાય છે. તેમ દેશના સૌથી મોટા ઇફકો ખાતર પ્લાન્ટ-કલોલ સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણતાની ઉપલક્ષમાં યોજાયેલ સુવર્ણ જયંતિ મહોત્સવ અને બીજ સંશોધન કેન્દ્ર શિલાન્યાસ અવસરે મુખ્ય મહેમાન પદેથી બોલતા અમિતભાઈ શાહે જણાવેલ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ જણાવેલ કે, સરકાર પણ સહકાર સાથે સમર્પણ ભાવથી કામ કરી રહેલ છે, રાજ્યના વિકાસમાં આ બન્ને ક્ષેત્રના આદાન-પ્રદાનથી અસરકારક પરિણામો મેળવી રહ્યા છીએ.

બહુહેતુક કાર્યક્રમને સંબોધતા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, કલોલ માત્ર ખાતર ઉત્પાદનના નામ સાથે જોડાયેલ નહિ રહે હવે બીજ સંશોધન કેન્દ્રમાં પણ કાઠું કાઢશે અને તે પ્રવૃત્તિમાં પણ અગ્રેસર ભૂમિકા ભજવશે તેમ જણાવી આદરણીય ત્રિભુવનભાઈ પટેલની સહકારી મંછાઓને ગુજરાતની ભૂમિના માધ્યમથી સમગ્ર દેશમાં પ્રસરાવશે તેમ જણાવેલ.

કલોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકોના MD ડો. ઉદયશંકર અવસ્થી, સંસદસભ્યો હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સહિતના મહાનુભાવો, સહકારી અગ્રણીઓ, સહકારી મંડળીના પ્રતિનિધિશ્રીઓ તેમજ વિશાલ સંખ્યામાં જનસમુહ ઉપસ્થિત રહેલ હતા તેમ કાર્યાલયની અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.