7.25 કરોડના ખર્ચે કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ
26 કિમી લાંબા કલોલ-સાણંદ 4 લેન રોડ અને અમદાવાદ-મહેસાણા હાઇવે પર નવો બનાવવામાં આવેલ સબવે આ વિસ્તારનો ટ્રાફિક હળવો કરશે
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે માનનીય રાજ્યમંત્રી, ગુજરાત સરકાર શ્રી હર્ષ સંઘવી અને માનનીય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 15 જાન્યુઆરી 2025 ના રોજ સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવેનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ જણાવ્યું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવે જેનું લોકાર્પણ મંત્રીજીએ કર્યું. આનાથી ટ્રેનોની બહેતર પંક્ચ્યુઅલિટીને મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે.
ખોડીયાર કલોલ રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નંબર 233 પર લિમિટેડ હાઈટ સબવે નું લોકાર્પણ થતા આસપાસના ગ્રામ્ય લોકોની ટ્રાફિકની સમસ્યાથી મહદઅંશે રાહત મળશે. pic.twitter.com/wyYGbA4PKd
— Info Gandhinagar GoG (@InfoGandhinagar) January 15, 2025
આ સબવે શહેરના બંને ભાગો જેવા કે કલોલથી સેરથા-સઈજ ગામને નિર્વિરોધ જોડનારો સુરક્ષિત માર્ગ છે તથા આ સબવેના નિર્માણથી નિર્વિરોધ માર્ગ અવરજવરના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું થશે. આવનારા સમયમાં આ પ્રકારના અન્ય 5-6 RUB/ROB બનાવવામાં આવશે.
આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.