કલોલના ઈતિહાસમાં પ્રથમવાર જગન્નાથ યાત્રામાં પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનેરા દર્શન થયા

જેમાં ૧૫૫૧ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ કલોલમાં જગન્નાથ ભગવાનની સાથે નગરયાત્રા કરી અને સમગ્ર નગર પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં લીન બન્યુ.
શ્રવણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં મુખ્ય ટ્રસ્ટી અને પ્રભારી: (ભારતીય જનતા પાર્ટી, પાટણ) ગોવિંદભાઇ પટેલ દ્વારા રથયાત્રા નીસાથે ‘શૌર્ય યાત્રા’ યોજાઇ હતી. 1551 ફૂટ લાંબો તિરંગા ની શૌર્ય યાત્રા યોજાઈ હતી .
જેમા કલોલ તેમજ આજબાજુના ગામનાં યુવાનો નીકળ્યા હતાં. જેમા હજારો ની સંખ્યામાં નગરજનો આ યાત્રામાં જોડાયા હતાં. કલોલ ની નાની મોટી શેરીઓ અને સોસાયટી ઓ એ શૌર્યયાત્રાને વધામણાં કર્યા હતાં. એક કિ.મી.થી મોટી શૌર્યયાત્રાને ફૂલહારથી વધાવી હતી..
યાત્રા દરમિયાન “જય જગન્નાથ”.. “ભારત માતા કી જય” જેવાં નારા થી ગુંજી ઉઠ્યું હતું. શૌર્ય મહાયાત્રા નું સંચાલન ગાંધીનગર ની મિસાલ એવા રાધે રાધે પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું…અને રાધે રાધે પરીવાર દ્વારા આ ૧૪ મી સફળ શૌર્ય મહાયાત્રા સંપન્ન કરવામાં આવી.