Western Times News

Gujarati News

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે કલ્પતરૂ પ્રોજેકટનું લોન્ચીંગ થયું

બ્રહ્માકુમારી સેક્ટર 28,ગાંધીનગર સેવા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા, માઉન્ટ આબુના સિનિયર રાજયોગા ટીચર રાજયોગીની ઉષાદીદી, બ્રહ્માકુમારીઝ મણીનગર સબઝોન સંચાલિકા બી.કે.નેહાબેન, CM Bhupendra Patel inagurated Kalpataru Project Bramhakumari Gandhinagar

બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સંચાલિકા રાજયોગીની કૈલાશદીદી સહિત ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશુભાઈ પટેલ, કલેકટર ડો.કુલદીપ આર્ય, ગાંધીનગરની ગરીમામય ઉપસ્થિતિમાં સર્વે મહાનુભાવોને ‘કલ્પતરુ’ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરીને સોમવારના રોજ આ પ્રોજેક્ટને ગુજરાત ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાના ‘કલ્પતરુહ’ પ્રોજેક્ટની સરાહના કરતાં સંસ્થાના કાર્યોને બિરદાવેલ. બ્રહ્માકુમારીઝ જેવી આધ્યાત્મિક સંસ્થા ધર્મના મૂલ્યોના જતનની સાથે સાથે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ યોગદાન આપી રહેલ છે તે બદલ સંસ્થાના સંચાલકોને અભિનંદન પાઠવેલ.

વૃક્ષો વર્તમાન સમયની ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. આ જરૂરિયાતને સમજીને અને પર્યાવરણના મૂલ્યોના જતન માટે બ્રહ્માકુમારીઝ દ્વારા ગુજરાતમાં 6 લાખ અને સમગ્ર દેશમાં 40 લાખ વૃક્ષારોપણ અને જતનના કાર્ય બદલ સરકાર વતી ખુશી વ્યક્ત કરેલ. બ્રહ્માકુમારીઝનો ‘કલ્પતરુહ’ પ્રોજેક્ટ નવી ઉર્જા આપનારો બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ.

કાર્યક્રમના મુખ્ય વક્તા માઉન્ટ આબુથી પધારેલ સિનિયર રાજયોગા ટીચર રાજયોગીની ઉષાદીદીજી દ્વારા પરમપિતા શિવબાબાને યાદ કરીને કલ્પતરૂહ પ્રોજેક્ટ વિષે જાણકારી આપી, બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યોની પણ ઝલક આપી. તેઓએ બ્રહ્માકુમારી સંસ્થાના સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે અનેક વિધ પ્રોજેકટસ થકી જે યોગદાન આપી રહેલ છે તે વિષે ઉપસ્થિત સૌને માહિતગાર કરેલ.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત સર્વ ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.કમિ. ચેરમેન, ભાજપ શહેર પ્રમુખ સહિત આગેવાનો, કલેકટર, બ્રહ્માકુમારી સંસ્થાના આગેવાનોને પુષ્પગુચ્છ અને ભેટ સોગાત આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેપિટલ ઓફસેટ્સના રમેશભાઈ પટેલ,

સાયન્ટિસ્ટ અને ગ્લોબલ હોસ્પિટલ માઉન્ટ આબુના ટ્રસ્ટી બી.કે.રશ્મિભાઈ આચાર્ય, મોરબી ઓમશાંતિ સ્કૂલના ટ્રસ્ટી ઠાકરસીભાઈ, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટર્સ, બ્રહ્માકુમારીઝના સેકટર.28ના બી.કે.જુગનુબેન, બી.કે.રાજુભાઈ, ચીલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાદીદી, ઉર્જાનગર સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.રંજનદીદી,

બી.કે.સંદીપભાઈ, સેક્ટર.2/સી સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.ભાવના દીદી, સેક્ટર.5/એ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તપસ્વીબેન, સરગાસણ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.મેઘાબેન, સરઢવ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.હિરલબેન તથા એમના સાથી બ્રહ્માકુમારી બહેનો અને સેવાકેન્દ્રના સત્સંગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનો, ગાંધીનગરની સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રોટરી ક્લબના પ્રમુખ પાર્થ ઠક્કર સહિત હોદ્દેદારો, સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.