કાલુપુરમાં ૩૧ વર્ષ પહેલાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો કેસ મોટાભાગના આરોપીનાં મોત પછી હવે કોર્ટમાં ચાલશે
૧૯૯૧ની સાલમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં રર લોકોનાં મૃત્યુ થયાં હતાં-આગામી મુદતે સરકારી વકીલ પુરાવાનું લીસ્ટ કોર્ટમાં રજુ કરશે
(એજન્સી)અમદાવાદ, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજય સરકાર હરકતમાં આવી ગઈ હતી અને એક પછી એક આરોપીઓને પોલીસે પકડી જેલના હવાલે કરી દીધા છે. પોલીસની વિલંબકારી નીતિના કારણે ૩૧ વર્ષ પહેલા એટલે કે, ૧૯૯૧માં સર્જાયેલ લઠ્ઠાકાંડનો કેસ વર્ષ ર૦૧૮માં સેશન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવ્યો છે.
અને હવે છેક આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો છે. ૩૧ વર્ષ પહેલાં કાલુપુરમાંચ થયેલા લઠ્ઠાકાંડમાં રર લોકોના મોત થયા હતા. જયારે બે ડઝન લોકોને ઝેરી દેશી દારૂની અસર થતા હોસ્પીટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મોટા ભાગના આરોપીઓના મોત થયા છે. ત્યારે કેસ કમીટ થતા આગામી મુદતે સરકારી વકીલ દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ ડી લીસ્ટ કોર્ટમાં રજુ કરશે.
શહેરના કાલુપુર વિસ્તારમાં ર૦ જુન ૧૯૯૧ના રોજ કાલુ ઉર્ફે યાસીન અલી મુસ્તાક અલી સૈયદ, બાબુ ઉર્ફે ઉસમાઅલી સૈયદ સહીતના લોકોએ કેમીકલ યુકત દારૂ બનાવ્યો હતો. જે દારૂ પીવાના કારણે ર૦ જુને રાત્રે જ ર૦ લોકોના મોત થયા હતા.
ત્યારબાદ બીજા દિવસે ર લોકોના મોત થયા હતા. તમામ લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા હોવાનો પોસ્ટ મોટમ રીપોટ આવ્યો હતો. આ મામલે પોલીસ અરનાન વોરાની ફરીયાદ નોધી કાલુપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે તબકકાવાર ૧ર આરોપીઓને ઝડપી લીધા હતા. અને તેમની સાથે મેટ્રોકોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જાેકે, કોઈ કારણોસર ૩૧ વર્ષ સુધી કેસ મેટ્રોકોર્ટમાં જ કમીટ થયા વગર પડી રહયો હતો.
બીજી તરફ હાઈકોર્ટેે જુના કેસો તાકીદે પુરા કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના કારણે તાત્કાલીક ધોરણે મેટ્રોકોર્ટમાંથી કેસ કમીટ સેશન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવ્યો છે. જેમાં સરકારી વીકલ ભાવેશ પટેલે દસ્તાવેજનો અભ્યાસ કરી ડી લીસ્ટ તૈયાર કર્યું છે.
જેથી આગામી મુદતે ડીલીસ્ટ રજુ કરવામાં આવવે તેવી શકયતા ર૧ વર્ષથી વધુ સમય થઈ ચુકયો છે. જેમાં ભોગ બનનાર અને આરોપીઓને શોધવા પણ મુશ્કેલ બન્યું છે. જેના કારણે હવે પોલીસ આરોપીઓને સમન્સ કે વોરંટની બજવણી કરી શકે છે કે નહી તે જાેવાનું રહયું.