2390 કરોડના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કરાશેઃ 3 વર્ષ લાગશે
કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં.૧ જમીનથી ૧૦ મીટર ઉંચે બનાવાશે
(એજન્સી)અમદાવાદ, કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ૩૬ મહીનામાં પુરી કરાશે. હાલસ્ટેશન પરની વિવિધ ઓફીસ શીફટ કરાઈ રહી છે.
એ પછી સ્ટેશનને બે તબકકામાં સંપૂર્ણપણે તોડી પાડી નવેસરથી તૈયાર કરાશે. આ પ્રોજેકટ માટે ર૩૯૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
સ્ટેશન ડેવલપમેન્ટના ભાગરૂપે કાલુપુર બ્રીજ અને સારંગપુર બ્રીજને એલીવેડેટ રોડ સાથે જોડાશે.એરપોર્ટની જેમ સ્ટેશનનં ૧ નંબરનું મુખ્ય પ્લેટફોર્મ જમીનથી ૧૦ મીટર ઉંચે તૈયાર કરાશે.
રેલ લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જોઈન્ટ ડેવલપમેન્ટ મેનેજર અર્પણ અવસ્થીએ જણાવ્યું કે, આગામી રપ વર્ષ સુધીના ટ્રાફીકને ધ્યાનમાં રાખી રીડેવલપમેન્ટનો અમલ કરાશે. સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મીનારા સહીત હેરીટેજ સ્મારકોને ખસેડવામાં આવશે નહી. સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે જયાંથી પેસેન્જરો સ્ટેશનમાં પ્રવેશ્યા બાદ રેલવે સ્ટેશનની સાથે સરસપુર સાઈડમાં તૈયાર થઈ રહેલા બુલેટટ્રેન સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશને પણ જઈ શકશે.
સ્ટેશનનું મુખ્ય બિલ્ડીગ ૧૬ માળનું હશે જેમાં ૬ માળ સુધી ૩ હજારથી વધુ કાર-ટુવ્હીલર માટે પાર્કીગ હશે. વધુ કાર-ટુવ્હીલર માટે પાર્કીગ હશે. જયારે પાર્કીગની ઉપર ચાર માળ રેલવેની ઓફીસો બનશે. અને તેની ઉપરના માળે પેસેન્જરો માટે એકિઝકયુટીવ લાઉન્જ રીટાયરીગ રૂમ હોટલ, સ્ટોલ, મોલ બુક સ્ટોર હશે.
સ્ટેશન પર બંને છેડે બુકીગ ઓફીસ તેમજ પાર્સલ બુકીગ સુવિધા લીફટ, એસ્કેટલેટર કોન્કોર્સ એરીયા એસી વેઈટીગ રૂમ, કોચ ગાઈડન્સ ડીસ્પ્લે, બોર્ડ, એનાઉન્સમેન્ટ સીસ્ટમ વાઈફાઈ, આધુનીક સીસીટીવી સીસ્ટમ વગેરે સુવિધા આપવામાં આવશે.