કાલુપુરની સુફ્ફાહ સ્કૂલે પુસ્તકોનું વેચાણ કરવા બદલ શિક્ષણાધિકારીએ નોટીસ ફટકારી

ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કુલે વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લીધી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ)એ ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો પાસેથી મંજૂર કરેલી ફી કરતાં વધુ ફી લેવા બદલ તેમજ કાલુપુરની સુફ્ફાહ સ્કૂલ પાસે પુસ્તકો તેમજ સ્ટેનરીનું વેચાણ કરવા બદલ ખુલાસો માંગ્યો છે.
અમદાવાદ શહેર ડીઈઓએ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના સત્તાવાળાઓને આપેલા આદેશમાં જણાવ્યું છે કે, તમારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસેથી મંજૂર ફી કરતાં વધુ ફી લેવાતી હોવાની વડાપ્રધાન કાર્યાલયની રજૂઆત મળી છે જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦નો દંડ કેમ ના કરવો ? તેનો ખુલાસો અને ફી અંગેના પુરાવા સાથે એક દિવસમાં ડઈઈઓ સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવે છે.
શહેર ડીઈઓએ કાલુપુરની સુફ્ફાહ સ્કૂલના સત્તાવાળાઓને આપેલા આદેશમાં જણાવ્યું છે કે તમારી શાળા ખાતે પુસ્તકો તેમજ સ્ટેશનરીનું વેચાણ કરાતું હોવાનું ફરિયાદ બાદ આરટીઈ એકટની કલમ મુજબ પ્રથમ પ્રસંગે ૧૦,૦૦૦નો દંડ કેમ ના કરવો તેનો ખુલાસો બે દિવસમાં જમા કરાવવા માટે જણાવવામાં આવે છે નહીં તો નિયમાનુસાર કાર્યવાહી કરાશે.