Western Times News

Gujarati News

કાલુપુર સિંધી માર્કેટનું રિડેવલોપમેન્ટ થશેઃ નાની મોટી 460 દુકાનો બનશે

સિંધુ ભવન રોડ પર બોનશાઈ શોનું આયોજન થશે દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલની લેબોરેટરી ટેસ્ટમાં પ૦ટકા ડિસ્કાઉન્ટની સ્ક્રીમ વધુ એકવાર એક વર્ષ માટે લંબાવવામાં આવી છે આ ઉપરાંત માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સિંધુભવન રોડ પર બોનશાઈ શોનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત શહેરના રેવડી બજાર વિસ્તારમાં વર્ષોથી પડતર સિંધી કલોથ માર્કેટનો વિવાદનું કાયમી નિરાકરણ સ્ટેન્ડિગ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કાલુપુર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટની જગ્યાનો વર્ષોથી વિવાદ ચાલતો હતો રેવડી બજારમાં દક્ષિણ અને ઉત્તર જગ્યાએ રપપ નિવાશ્રીત કેબીનો તથા ર૦પ પાકી દુકાનો મળી કુલ ૪૬૦ કેબીનોનો સમાવેશ થાય છે. ટીપી સ્કીમ નં.પ નો ફાઈનલ પ્લોટ ૧૦૧, ૧૦૩, ૧૦૭ અને ૧૦૯માં આ જગ્યા ફાળવવામાં આવી હતી

કોટ વિસ્તારમાં જગ્યાની ગીચતા અને ટ્રાફિક પ્રશ્નોને ધ્યાનમાં લઈ વહેપારી ભાઈઓ દ્વારા રિડેવલોપમેન્ટ માટે માંગણી કરવામાં આવી હતી જે અંગે મ્યુનિ. કોર્પોરેશન અને સરકાર સાથે વિવિધ તબકકે ચર્ચાઓ પણ થઈ હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ટકા સાદુ વ્યાજ લઈ જમીન તબદીલ કરવામાં આવશે. સિંધી માર્કેટ દ્વારા રૂ.૧.રપ કરોડ ભરવામાં આવ્યા છે. કાલુપુર સિંધી માર્કેટનું રિ ડેવલપમેન્ટ થવાથી સુયોજિત પ્લાન્ટ સાથે માર્કટ બનાવવામાં આવશે. જેમાં ૧ર.ર૦ મીટર તથા ૯.૧પ મીટર ટીપી રોડ ખુલ્લો કરવામાં આવશે જેના કારણે ટ્રાફિક અને પા‹કગ સમસ્યાનું કાયમી નિવારણ આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ પર અંદાજે ૧ર હજાર ચો.મી. જમીન પર ૩ માર્ચથી ૧૦ માર્ચ સુધી બોનશાઈ શો નું આયોજન કરવામાં આવશે. આ શો માં દેશ અને વિદેશના જુદા જુદા સ્થળોએથી એકત્રિત કરેલ અંદાજે ર૦૦ વર્ષ સુધી અને તેથી પણ વધુ આયુષ્ય ધરાવતા ૧પ૦૦થી વધુ બોનશાઈની ડીઝાઈન પ્રદર્શિત કરવામાં આવશે. એસવીપી હોસ્પિટલ દ્વારા દર બુધવાર અને શનિવારે જે લેબોરેટરી ટેસ્ટ પ૦ ટકા ડીસ્કાઉન્ટ સ્કીમ કાર્યરત છે જેને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.