કલ્યાણ જ્વેલર્સ કેરળ ચીફ મિનિસ્ટર્સ રિલિફ ફંડમાં રૂ. 5 કરોડ યોગદાન આપશે
થ્રિસુર, 31 જુલાઇ, 2024: કેરળના વાયનાડમાં વિનાશકારી પૂર અને ભૂસ્ખલનની સામે પ્રતિસાદ આપતાં કલ્યાણ જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર ટીએસ કલ્યાણરમણે કેરળના ચીફ મિનિસ્ટર્સ ડિસ્ટ્રેસ રિલિફ ફંડ (સીએમડીઆરએફ)માં રૂ. 5 કરોડનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો છે. આ યોગદાનનો ઉદ્દેશ્ય વાયનાડમાં બચાવ, રાહત અને પુનર્વાસ પ્રયાસો માટે જરૂરી સહાયતા પ્રદાન કરવાનો છે. Kalyan Jewellers’ Managing Director TS Kalyanaraman Pledges Rs 5 Crore to Kerala CM’s Disaster Relief Fund.
આ અંગે કલ્યાણરમણે કહ્યું હતું કે, “કેરળ સાથે જોડાયેલી કંપની હોવા તરીકે અમપેક્ષિત ભૂસ્ખલન અને પૂરને કારણે અમારા સાથે કેરળવાસીઓને થયેલી પીડા હ્રદયને હચમચાવી દે છે. વાયનાડમાં વિનાશથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાં છે તેમજ પરિવારોને વિસ્થાપિત કર્યાં છે, ઘરો નષ્ટ કર્યાં છે તથા લોકોની આજીવિકામાં અવરોધ પેદા થયો છે. આ મૂશ્કેલ સમયમાં પ્રભાવિત લોકો પ્રત્યે અમારી સંવેદના અને પ્રાર્થના છે.”
કલ્યાણ જ્વેલર્સ સમુદાયને પરત કરવાની લાંબાસમયથી પરંપરા ધરાવે છે અને આ યોગદાન રાજ્યમાં આપત્તિ રાહત અને પુનઃપ્રાપ્તિની પહેલને ટેકો આપવાના તેના પ્રયાસોનો ભાગ છે. તાજેતરની કુદરતી આપત્તિના પરિણામે જીવન અને સંપત્તિનું નોંધપાત્ર નુકસાન થયું છે, જેમાં 160થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ગુમ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે તેમજ બહુવિધ એજન્સીઓ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અથાક કામ કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, “કેરળ અમારું ઘર છે અને અમે અમારા લોકો સાથે ઊભા રહેવા અને રાહત પ્રયાસોમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે અમારી એકજૂટતા અને સમર્થનનું આ એક નાનું પ્રતીક છે અને જો જરૂર પડે તો અમે વધુ કરવા તૈયાર છીએ.”
કલ્યાણ જ્વેલર્સની ટીમ પ્રિયજનોને ગુમાવનાર અને વિનાશ બાદના પરિણામોનો સામનો કરવા સંઘર્ષ કરતાં પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેમણે સરકારી સત્તામંડળ, બચાવ ટુકડીઓ અને સ્વયંસેવકોનો પણ આભાર માને છે કે જેઓ આપત્તિની અસરને ઓછી કરવા અને તકલીફમાં રહેલા લોકોને રાહત આપવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. કંપની આ પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ મુશ્કેલ સમયમાં વાયનાડના લોકો સાથે એકતામાં ઊભી છે.