કલ્યાણ જ્વેલર્સ દ્વારા નવરાત્રિ નિમિત્તે કિંજલ રાજપ્રિયા સાથે નવીન ડિજિટલ એડ-સીરીઝનું અનાવરણ
ખાસ પ્રદેશની જ્વેલેરી લાઇન સંકલ્પના ભાગરૂપે નવીન હીરા તથા નવરત્ન જ્વેલેરી ડિઝાઇનની રજૂઆત
પોતાના પૅટ્રનો જ્વેલેરીની ખીદી પર મહત્તમ લાભ મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે ઑફરોની જાહેરાત કરતું કલ્યાણ જ્વેલર્સ
રાષ્ટ્રીય, 3 ઑક્ટોબર, 2024: ભારતની સૌથી વિશ્વસનીય તથા આઇકોનિક જ્વેલેરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ દ્વારા નવરાત્રિના ઉત્સવમાં આનંદી અવસર ઊજવવા માટે ડિજિટલ એડ-સીરીઝનો પ્રારંભ કરાયો છે. પોતાના પ્રકારની આ એક નવીન જ કેમ્પેઇન-એડ દરેક રાજ્યની અનન્ય નૈતિકતા તથા પરંપરાઓનો પડઘો પાડે છે. કલ્યાણ જ્વેલર્સ દ્વારા આ કેમ્પેઇનના મુખ્ય ચહેરાઓમાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર્સ રીતાભરી ચક્રવર્તી તથા કિંજલ રાજપ્રિયા છે. Kalyan Jewellers’ regional brand ambassador Kinjal Rajpriya featured in the company’s Navratri digital ad series
કલ્યાણ જ્વેલર્સની #TraditionOfTogethernessને આગળ ધપાવીને ઝુંબેશની જાહેરાત આધુનિક નારીને દર્શાવીને મા દુર્ગાની શક્તિની ઉજવણી કરીને દુર્ગા-પૂજાના સારને રજૂ કરે છે. તેમાં સશક્ત, આત્મનિર્ભર, સ્થિતિસ્થાપક અને પ્રેરણાદાયી દેવી જેવા સ્વરૂપનો મહિમા છે. તહેવારની ભાવનાને તે અંજલિ આપે છે જેમાં એકતા, પ્રેમ અને મા દુર્ગાની દૈવી ઉપસ્થિતિ પ્રકાશિત થાય છે.
એ જ રીતે, ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી એ ગુજરાતના સૌથી શુભ અને સપરમા પ્રસંગો પૈકીની એક ઉજવણી છે. આ કેમ્પેઇન-એડમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સુવાસ તથા વાઇબ્રન્ટ (ચેતનવંતા) જુસ્સાની વાતને વણી લઈને રાસ-ગરબા તથા દાંડિયાનું સન્માન કરાયું છે. નવરાત્રિના ઉત્સાહની તેમાં ઉજવણી છે, જે સૌ ગુજરાતીઓનાં હૃદયોમાં સ્થાન પામેલો રંગ, સંગીત અને નૃત્યનો તહેવાર છે.
આ એડ-કેમ્પેઇન અંગે બોલતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “જેમ જેમ આપણે તહેવારોની સીઝનની શરૂઆત કરીએ છીએ તેમ તેમ અમારી નવી ડિજિટલ એડ-સીરીઝ નવરાત્રિ અને દુર્ગાપૂજાની દિવ્ય ભાવનાને જ્વેલેરી સાથે ઊજવે છે. આ કેમ્પેઇન દ્વારા અમારા ગ્રાહકવર્ગ સાથે ગહન સ્તરે જોડાઈએ તથા તેમને આધુનિકતાની સાથે પરંપરાના સુમેળ ધરાવતી ટાઇમલેસ ડિઝાઇનોની ભેટ આપીએ એવી અમે આશા રાખીએ છીએ.”
એટલું જ નહીં, આ કેમ્પેઇન હીરા તથા નવરત્ન જ્વેલેરી ડિઝાઇનની રજૂઆતને દર્શાવે છે, જેમાં પરંપરા અને સમકાલીન લાવણ્યનો સુભગ સમન્વય છે. તમામ નવીન ડિઝાઇનો ક્યુરેટેડ રૅન્જના ભાગરૂપ છે, જે હવે ‘સંકલ્પ’ જ્વેલેરી-લાઇન હેઠળ લૉન્ચ કરાઈ છે. આ જ્વેલેરી ડિઝાઇન બંગાળી તથા ગુજરાતી સમુદાયનાં ઊંડાં સાંસ્કૃતિક મૂળથી પ્રેરિત છે.
About Kalyan Jewellers
Headquartered in Thrissur in the state of Kerala, Kalyan Jewellers is one the largest jewellery retailers in India with a presence in the Middle East. The company has enjoyed a long-standing presence in the Indian market for nearly three decades and has set industry benchmarks in quality, transparency, pricing and innovation. Kalyan offers an array of traditional and contemporary jewellery designs in gold, diamonds and precious stones catering to the distinct needs of the customers. Kalyan Jewellers has over 290 showrooms across India and the Middle East.