Western Times News

Gujarati News

કલ્યાણ જ્વેલર્સે નવું દિવાળી કલેક્શન આમેયા પ્રસ્તુત કર્યું

મુંબઈ, કલ્યાણ જ્વેલર્સે નવા ડિજિટલ વીડિયો અભિયાન દ્વારા એનું સેલિબ્રેશન વેરનું લેટેસ્ટ કલેક્શન આમેયા પ્રસ્તુત કર્યું છે. આ એડ ફિલ્મમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે હળીમળીને કરવા ભારતના વિવિધ વિસ્તારોના લોકોના સમુદાયની અંદર જીવનને દર્શાવે છે. આ ફિલ્મ વર્તમાન સ્થિતિને પણ પ્રસ્તુત કરે છે, જેમાં તહેવારની સિઝન દરમિયાન મોખરે રહેતા કોવિડ-19 વોરિયર્સના પરિવારજનોને સાથે રાખી શકાશે. Kalyan Jewellers unveils new Diwali collection Ameya

આ વીડિયોમાં #TraditionOfTogetherness દર્શાવવામાં આવી છે, જેમાં દિવાળીના દીપ પ્રકટાવવા પડોશીઓ એક પરિવારની જેમ ઉજવણીમાં સામેલ થાય છે, એકબીજાને ભેટ આપે છે, જે તેમના ચહેરા પર આનંદ લાવે છે. આ એડ ફિલ્મ સાથે કલ્યાણ જ્વેલર્સે આપણને દરેકને એકબીજાને સાથસહકાર પૂરો પાડવાના સંદેશ આપવાની સાથે તહેવારની આનંદ સાથે ઉજવણી કરવા જણાવ્યું છે. જોકે આ ઉજવણી નાનાં પાયે અને અંગત સગાસંબંધીઓ સાથે કરવા જણાવ્યું છે.

આ નવી પ્રસ્તુત એડ ફિલ્મ વિશે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું કે, “અમે દિવાળીની એડ ફિલ્મમાં કોવિડ-19 ફ્રન્ટલાઇન વર્કર્સની નિઃસ્વાર્થ સેવાને બિરદાવવા ઇચ્છતાં હતાં તેમજ સાથે સાથે આ આનંદ અને ઉત્સાહના તહેવારના ઉંમગને પણ પ્રસ્તુત કરવા ઇચ્છતાં હતાં. આમેયા એટલે અમર્યાદિત. આ કલેક્શન સેલિબ્રેશન વેર જ્વેલરી સ્વરૂપે પ્રચૂર સંભવિતતા પૂરી પાડે છે. આ નવું પોકેટ ફ્રેન્ડલી કલેક્શન ચાલુ વર્ષે આપણા તહેવારનો ઉત્સાહ વધારે છે.”

સોના, ડાયમન્ડ અને અન્ય કિંમતી રત્નો સાથે માણેક, પન્ના અને મોતીની માળા તેમજ આમેયા એ નામની જેમ અમર્યાદિત સંભવિતતા ધરાવે છે. આ કલેક્શન એના કસ્ટમાઇઝેશન વિકલ્પ સાથે વધારે ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. પ્રાચીન ડિઝાઇનો સાથે પરંપરાગત છાપ, કુંદન અને પોલ્કી વર્ક, હેરિટેજ પ્રેરિત ટેમ્પલ ડિઝાઇનો, કિંમતી રત્નો અને અનકટ ડાયમન્ડ સાથે નકાશી વર્ક – આ તમામ કલેક્શનમાં સામેલ છે.

ચાલુ વર્ષે તહેવારની સિઝન માટે કલ્યાણ જ્વેલર્સે 300 કિલોગ્રામ ગોલ્ડ ગિવઅવે અભિયાન દ્વારા રોમાંચક ફેસ્ટિવ ઓફરોની જાહેરાત કરી છે. કલ્યાણ જ્વેલર્સમાંથી ખરીદી કરનાર ગ્રાહકોને તેમની ખરીદી સામે તાત્કાલિક રીડિમેબલ વાઉચર્સ કે સોનાના સિક્કા મળશે – જે કુલ ઉપર ઉલ્લેખ કર્યા મુજબ 300 કિલોગ્રામને સમકક્ષ હશે. વાઉચર્સને જ્વેલરી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સામે રીડિમ કરી શકાશે, જેમાં ગોલ્ડ જ્વેલરી માટે વેસ્ટેજ પર 20 ટકાથી 50 ટકા અને ડાયમન્ડ જ્વેલરી પર 25 ટકા સુધીની છૂટ સામેલ છે. આ ઓફર 30 નવેમ્બર, 2020 સુધી વેલિડ છે.

બ્રાન્ડે ધનતેરસ પ્રી-બુક ઓફર પણ જાહેર કરી છે, જે તેમની જ્વેલરી ખરીદવાના ઇચ્છિત મૂલ્ય પર 20 ટકા એડવાન્સમાં ચુકવીને જ્વેલરી પ્રી-બુક કરાવનાર ગ્રાહકોને ગોલ્ડ રેટ પ્રોટેક્શનનો લાભ આપશે. આ એડવાન્સ-બુકિંગ ઓફર 20 ઓક્ટોબર, 2020ના રોજ પૂરી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.