કલ્યાણી શાળામાં વિદ્યાર્થીઓએ બેનમૂન અને અદ્દભુત કલાકૃતિઓનું સર્જન કર્યું
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ નજીક અતુલ ગામે આવેલ કલ્યાણી શાળા ના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઓગસ્ટ માસમાં આવતી વધુ રજાઓને ધ્યાને લઈ બાળકોમાં રહેલ સર્જનાત્મક શકિત, કલ્પના શકિત, અમૂર્ત સર્જનશીલતા તથા ફુરસદના સમયનો સાર્થક અને યોગ્ય ઉપયોગ તથા કૌશલ્યોને વિકાસ કરી ભવિષ્યમાં આર્થિક ઉત્પાદન ક્ષમતા ખીલે,
ઓગસ્ટ માસના તહેવારોનું સાંસ્કૃતિક મૂલ્ય સમજે એવા વિવિધ હેતુઓ… ટુંક માં, હૈયુ, મસ્તકને હાથની કેળવણી પ્રાપ્ત થાય એવા હેતુસર રજાઓમાં ઘરેથી (૧) ઈકોફ્રેન્ડલી ગણપતિ મેંકિંગ) (૨) માટલી શણગાર (૩) બુકે બનાવટ અને (૪) બોટલ ડેકોરેશન જેવી સ્પર્ધા ઓ રાખવામાં આવી હતી.
બાળકો જાતે બનાવે છે તેના પુરાવાઓ રૂપે બે મિનિટ નો વીડિયો કન્વિનર શિક્ષકોને મોકલવામાં આવ્યો હતો. શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૨૭૦ વિધાર્થીઓ એટલે કે શાળાના કુલ ૫૨૩ માંથી ૫૦ % થી વધુ વિધાર્થીઓએ ખુબ ઉત્સાહ પૂર્વક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ એક એકથી ચડિયાતી અદભૂત કૃતિઓનું સર્જન કર્યુ હતું.
અને સ્પર્ધા ના ઉદેશ્યને ૧૦૦% ફળીભુત બનાવ્યો હતો. આવી અકલ્પનીય કામગીરી કરવા બદલ સંચાલક મંડળ, આચાર્યશ્રી તથા સમગ્ર કલ્યાણી પરિવારે સાંસ્ક્રુતિક ટીમનાં શ્રીમતી મિલનબેન ઠાકોર શ્રીમતી નિહારીકાબેન પટેલ, શ્રી સંકેતકુમાર સોલંકી શ્રીમતી પીનલબેન પટેલ, શ્રીમતી કંચનબેન પટેલ,શ્રીમયુરભાઇ પટેલ , શ્રી નિતિનભાઇ પટેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગાભિનંદન પાઠવ્યા હતા.