Western Times News

Gujarati News

એટલીની ફિલ્મમાં કમલ હાસનનું સ્થાન રજનીકાંત લેશે

મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર એટલી એક મલ્ટી સ્ટારર પાન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલે છે. આ એક એક્શન ફિલ્મ હશે જેની જુલાઈ મહિનામાં જાહેરાત થઈ હતી. ત્યારે એવી ચર્ચા હતી કે તેમાં કમલ હાસન અને સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હશે, પરંતુ તાજેતરના અહેવાલો સૂચવે છે કે, સુપરસ્ટાર રજનીકાંત હવે કમલ હાસનનું સ્થાન લઈ શકે છે.

જોકે, ફિલ્મની ટીમ તરફથી આવી કોઈ માહિતિ અંગે ખાતરી આપવામાં નથી. સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ થઈ રહેલી એટલીની આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થશે. તેનું પ્રી પ્રોડક્શનું કામ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સમગ્ર દેશના વિવિધ કલાકારો સાથે આ એક મોટી ફિલ્મ બનવાની હોવાની આશાઓ છે.

હાલ રજનીકાંત ‘વૈતૈંયા’ની રિલીઝ સાથે વ્યસ્ત છે. આ પણ એક મલ્ટિ સ્ટારર ફિલ્મ છે. જેમાં અમિતાભ બચ્ચન, ફહાદ ફાઝીલ, મંજુ વારિયાર અને રાણા દગ્ગુબાતી હશે. જ્યારે સલમાન ખાન હાલ ‘સિકંદર’ અને ‘ટાઇગર વર્સીસ પઠાણ’ માટે કામ કરી રહ્યો છે.

હવે તેઓ બંને આ વ્યસ્તતા વચ્ચે એટલીની ફિલ્મ માટે કઈ રીતે કામ કરશે અને સમય આપી શકશે તે જોવાનું રહ્યું. આ પ્રકારના અહેવાલો અફવાઓ છે કે હકીકત એ અંગે ફૅન્સ ફિલ્મની ટીમ તરફથી ખાતરી થવાની રાહમાં છે, ત્યારે એટલીની ફિલ્મ અંગે પણ ઉત્સુકતા વધી રહી છે. તેની મોટી કાસ્ટ અને બજેટના કારણે આ અટલીની મોટી ફીલ્મ હોવાની આશાઓ ફૅન્સ રાખી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.