‘હિન્દુસ્તાની ૩’માં કમલ હાસનના ડબલ રોલ, સેનાપતીના પિતાની ભૂમિકા પણ કરશે
મુંબઈ, ૨૮ વર્ષે શંકર અને કમલ હાસન ફરી એક વખત ‘હિન્દુસ્તાની ૨’ લઇને આવી રહ્યા છે. ૧૨ જુલાઈએ રજૂ થનારી આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું ત્યારથી આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. મુંબઈ ખાતે તેની ખાસ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પણ યોજવામાં આવી હતી. આ વખતે કમલ હાસને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
જેમાં તેમણે ‘હિન્દુસ્તાની ૩’ માટેની શક્યતાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સેનાપતીના પિતાની ભૂમિકા પણ કરી રહ્યા છે, પરંતુ એ ‘હિન્દુસ્તાની ૨’માં જોવા મળશે નહીં. કમલ હાસને જણાવ્યું હતું કે આ વખતની ભ્રષ્ટાચાર સામે લડત ચલાવતી વાર્તા બે ફિલ્મોમાં વહેંચાયેલી છે, ‘હિન્દુસ્તાની ૨’ અને ‘હિન્દુસ્તાની ૩’.
“મારા મનમાં બંને ફિલ્મ એક જ છે, બેમાં કોઈ ભેદ નથી. જોકે, ઓડિયન્સને ‘હિન્દુસ્તાની ૨’ની સેનાપથિની વાર્તા ‘હિન્દુસ્તાની ૩’માં આગળ વધતી જોવા મળશે. જેમાં અનેક સરપ્રાઇઝ રહેલી છે, તેથી તેઓ ઓડ્યિન્સના પ્રતિભાવો જાણવા ખુબ ઉત્સુક છે.”
ફિલ્મના ડિરેક્ટર શંકરે ૧૯૯૦ના દાયકાના યુવા સેનાપતી બતાવવા ડીએજીંગ ટેન્કિકનો ઉપયોગ કર્યાે છે, આ અંગે કમલ હસને કહ્યું,“ડીએજિંગ ટેન્કિકથી પણ વધારે મને સેનાપતીને કહેવાની તક મળી કે હું તારો બાપ છું. એમાં બહુ મજા આવી.
જ્યારે બધા સેનાપતીના વખાણ કરતા હતા, ત્યારે હું તેને એમ કહી શકતો હતો કે હું તારો બાપ છું, તું તારા ધંધામાં ધ્યાન આપ. કહેવાની વાત એમ છે કે મેં સેનાપતીના પિતાનો રોલ પણ કર્યાે છે, પણ એ ભાગ હજુ ‘સેનાપતી ૨’માં નથી.” કમલ હસને આગળ કહ્યું કે, “હવે તમને ખબર પડી ગઈને, કે તમારે ત્રીજો ભાગ પણ જોવો પડશે. હવે તમને સમજાશે, કે મેં ‘હિન્દુસ્તાની ૩’ કેમ પસંદ કરી, હું જમ્યા પછી મીઠાઈની રાહ જોતો હતો. પણ ત્યાં પહોંચવા માટે પહેલાં દાળ રોટી તો ખાવા પડે ને.”SS1MS