કમલ હસન તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે
બોલીવુડ અને સાઉથના સ્ટાર અભિનેતાએ પાર્ટી મક્કલ નીધી મય્યમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી
ચેન્નઇ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા કમલ હસન કોઇમ્બતુર સાઉથ સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. તેણે શુક્રવારે તેમની પાર્ટી મક્કલ નીધી મય્યમ (એમએનએમ)ના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જે હેઠળ મૂકાંબિકા ઉદુમલપેટ બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે પાઝા કારુપૈયાને ટી નગર સીટ પરથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવશે. #KamalHaasan to contest from #CoimbatoreSouth constituency.
ઉમેદવારોની જાહેર કરવામાં આવેલી બીજી યાદી પ્રમાણે શ્રીપ્રિયાને માઇલાપુર, શરદ બાબુને અલાનદુર, ડૉ. સંતોષ બાબુને વેલાચેરી, ડૉ. આર મહેન્દ્રનને સિગનાલ્લુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મકકલ નીધી મય્યમે કન્યાકુમારી લોકસભા સીટ પર થનારી પેટાચૂંટણી માટે ડૉ. શુભ્રા ચાર્લ્સને ઉમેદવાર જાહેર કર્યા છે.
તમિલનાડુની ૨૩૪ વિધાનસભા બેઠકોમાંથી એમએનએમ ૧૫૪ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. એમએનએમએ સરથ કુમારની ઓલ ઇન્ડિયા સમતુવા મખલ કાચી અને લોકસભા સાંસદ પરિવેન્ધરની ઇન્ડિયા જનનાયક કાચી સાથે મળીને ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. સીટોની વહેંચણી અનુસાર, એઆઇએસએમકે અને આઇજેકે ૪૦-૪૦ બેઠકો પર ચૂંટણી લડશે.