‘હપ્પુ કી ઉલટન પલટન’ની દબંગ દુલ્હનિયા રાજેશે ચાખ્યા છપ્પન પકવાન!
&TV પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં દબંગ દુલ્હનિયાની ભૂમિકા ભજવતી કામના પાઠક ખાવાની જબરદસ્ત શોખીન છે. અભિનેત્રીને જ્યાં પણ જાય ત્યાંની સ્થાનિક વાનગીઓની વરાઈટી ચાખવાનું ગમે છે. હાલમાં તેના વતન ઈન્દોરમાં તે ગઈ ત્યારે પણ કાંઈક આવું જ બન્યું. અભિનેત્રીએ શહેરની અત્યંત વિખ્યાત છપ્પન દુકાનની મુલાકાત લીધી.
ખાદ્યો માટે પ્રેમ વિશે બોલતાં કામના પાઠક કહે છે, “અર્રે દાદા! ખાનો સે હમારા રિશ્તા સદા કે લિયે હૈ (હસે છે). હું ઈન્દોરની છું અને મારી ભાવતાં ખાદ્યો ખાવા મારા મનગમતા ખાદ્યસ્થળો છપ્પન દુકાનની અચૂક મુલાકાત લઉં છું. સૌથી સારી વાત એ છે કે પહેલી વાર હું હપ્પી કી ઉલટન પલટનની રાજેશ તરીકે ત્યાં ગઈ હતી.
મને મારા ચાહકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો અને તેમની સાથે ઘણા બધા ફોટો ક્લિક કર્યા. દુકાનદારે મને છપ્પન ખાદ્યપદાર્થનો સ્વાદ લેવાની તક આપી. આરંભમાં મને આટલું બધું ખાવા વિશે સંકોચ થતો હતો, પરંતુ ભૂખ રોકી શકી નહીં. હવે લાગે છે કે મારો નિર્ણય યોગ્ય હતો, કારણ કે મને અમુક સ્વાદિષ્ટ વાનગીઓ ઝાપટવા મળી.
View this post on Instagram
મેં ઠંડા કોકનટ ક્રશ સાથે શરૂઆત કરી, જે પછી સાબુદાણા ખીડડી, પૌઆ, જલેબી, હોડ ડોગ, કુલ્હડ પિઝા, બેરી આઈસક્રીમ, કોપરા પેટિસ, આલૂ ટિક્કી, આઠ સ્વાદ સાથે પાણીપૂરી, રસગુલ્લા વગેરે ઝાપટ્યા. જોકે તંદૂરી ચાય અને ટર્કિશ આઈસક્રીમ મને સૌથી વધુ ભાવ્યાં. ”
અભિનેત્રીએ જૂની વાતો યાદ કરતાં જણાવ્યું, “હું અહીં ગલીઓમાંથી પસાર થતી હતી ત્યારે જૂની યાદો તાજી થઈ. અમે અહીં એકત્ર ખાતા- પીતા હતા. જોકે હવે ઘણું બધું બદલાઈ ગયું છે. અગાઉ અહીં ફક્ત છપ્પન દુકાનો હતી, જે પછી અમુક નવી દુકાનો સાથે 100થી વધુ થઈ ગઈ છે.
મારું પેટ ધરાયું હોવા છતાં હું ખાદ્યો અજમાવવાથી પોતાને રોકી શકી નહીં. ઈન્દોર અને મારા ઘરની મુલાકાત લેતાં મને દરેક વખતે ખુશી મળે છે, પરંતુ આ વખતે હપ્પુ કી ઉલટન પલટનની રાજેશ તરીકે ગઈ હોવાથી અવસર વધુ વિશેષ હતો.”