Western Times News

Gujarati News

ઘરના બનાવેલા ચોખાના મોદક મારા મોંઢામાંથી પાણી લાવી દે છે: કામના પાઠક

ગણેશચતુર્થીનો સૌથી બહુપ્રતિક્ષિત અને સ્વર્ણિમ તહેવાર નજીકમાં જ છે. આપણાં ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના, આરતી કરવી અને સ્વાદિષ્ટ મોદક બનાવવા તે  તહેવારના આપણા ઘણા બધા લોકો માટે મનગમતી પ્રવૃત્તિઓ છે.

એન્ડટીવીના કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા), શિવ્યા પઠાણિયા (દેવી પાર્વતી, બાલ શિવ), કામના પાઠક (રાજેશ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) તેમના પરિવાર અને મિત્રો સાથે  તહેવારની ઉજવણી કરવા માટે તૈયારી સાથે અત્યંત રોમાંચિત છે.

નવપરિણીત અને એન્ડટીવીના આગામી શો દૂસરી મામાં યશોદા તરીકે નેહા જોશી કહે છે, “મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ બહુ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. હું મુંબઈમાં રહું છું અને બાપ્પાના અગિયાર દિવસ આ શહેરને વધુ સ્વર્ણિમ અને રંગીન બનાવે છે. વર્ષમાં આ સમય શહેરને એકદમજીવંત અને ઉત્સવમય બનાવી દે છે. હું સામાન્ય રીતે નાશિકમાં મારા પૂર્વજોના ઘરે ઉજવણી કરું છું,

Saachi Tiwari (Sumati, Baal Shiv)

જ્યાં અમે ઘરમાં બાપ્પાની સ્થાપના કરીએ છીએ અને આખો પરિવાર પૂજા કરવા માટે એકત્ર આવે છે. વર્ષના આ સમયે બાપ્પાને ચઢાવવા માટે ઘરમાં ચોખાનો લોટ, ગોળ અને કોપરાથી બનાવવામાં આવતી વાનગી ઉકડીચે મોદક ખાવાની પણ અલગ મજા હોય છે. આ વર્ષે મારે માટે ઉજવણી વધુ વિશેષ રહેશે,

કારણ કે લગ્ન પછી આ મારો પ્રથમ ગણેશોત્સવ છે. મારા આગામી શો દૂસરી માના શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં હું દર્શન કરવા અને અમુક પંડાલોની મુલાકાત લેવા પ્રયાસ કરું છું. હું મારા પરિવાર અને મિત્રોના આશીર્વાદ લઉં છું ત્યારે આ વર્ષે મારા નવા શો માટે પણ આશીર્વાદ માગીશ. અમે તે વિશે ભારે રોમાંચિત છીએ અને તેના સફળ લોન્ચની અને અમારા દર્શકો પ્રેમ અને ટેકો આપે તેની ઉત્સુકતા છે.”

એન્ડટીવી પર બાલ શિવમાં દેવી પાર્વતી તરીકે શિવ્યા પઠાણિયા કહે છે, “ગણેશ ચતુર્થી મારા મનગમતા તહેવારમાંથી એક છે ને હું દર્શન કરવા પંડાલની મુલાકાત લેવા માટે ભારે ઉત્સુક છું. હું બાપ્પાની ભક્ત રહી છું અને હંમેશાં કશું પણ નવું શરૂ કરવા પૂર્વે તેમના આશીર્વાદ જરૂર લઉં છું.

આખરે તેઓ વિઘ્નહર્તા છે અને તેમની પૂજા કરવાથી મને ખુશી અને રક્ષણ મળે છે. અમે આ વર્ષે નાયગાવમાં બાલ શિવના સેટ્સ પર ગણપતિની સ્થાપના કરવા વિચારી રહ્યા છીએ અને તે બાબતે હું ભારે રોમાંચિત છું.

તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સેટ્સ પર પૂજા કરવા પંડિતજીને પણ લાવીશું. હું અમારી સાથે મારા મિત્રો, પરિવાર અને ચાહકો પણ દર્શન કરી શકે તે માટે મારા સોશિયલ મિડિયા પર લાઈવ જઈશ અને વિડિયો પણ શેર કરીશ. હું ગણપતિ બાપ્પાને બધાને સ્વસ્થ અને આનંદિત રાખે એવી પ્રાર્થના કરું છું. બધાને ગણેશ ચતુર્થીન શુભકામના. ”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશ સિંહ તરીકે કામના પાઠક કહે છે, મને મીઠું બહુ ભાવે છે, જે ઈચ્છા ગણેશ ચતુર્થીના તહેવારમાં હું પૂરી કરું છું. ઘરના બનાવેલા ચોખાના સફેદ મોદક મારા મોંઢામાંથી હંમેશાં પાણી લાવી દે છે અને ગણેશ ચતુર્થી દરમિયાન મારા ચીટ ડાયેટનો તે હિસ્સો બની રહે છે.

ગણેથ ચતુર્થી તમને હંમેશાં હકારાત્મક રાખે છે. મારા વતન ઈન્દોરમાં હું મારો પારંપરિક વેશ પહેરતી અને ઘરમાં ગણપતિની સ્થાપના કરતા મારા મિત્રોના ઘરે દર્શન કરવા જતી. આ પછી સાંજે મારા કઝિન્સ અને હું પંડાલોની મુલાકાત લેતાં. આ વર્ષે હું પૂજા કરવા મારા મિત્રો અને સહ- કલાકારોના ઘરે જવાની છું.

મેં મુંબઈમાં પંડાલની મુલાકાત લેવા માટે ઘણા બધા લોકોને જોડે આવવા મનાવી લીધી છે. અમે મોટી મોટી મૂર્તિઓ અને તેની આસપાસની સુશોભા જોવા માટે જવાના છીએ. છેલ્લાં બે વર્ષમાં મહામારીને લીધે મને લાલબાગચા રાજા અને અંધેરીચા રાજાના દર્શન કરવા મળ્યા નહોતા, પરંતુ આ વર્થે હું ત્યાં જવા અને દરેક માટે પ્રાર્થના કરવા માગું છું. ગણપતિ બાપ્પા મોરયા.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં મનમોહન તિવારી તરીકે રોહિતાશ ગૌર કહે છે, “ગણેશ ચતુર્થી મારા પરિવારમાં અમારા બધાને માટે સૌથી બહુપ્રતિક્ષિત તહેવાર હોય છે.

અમે દર વર્ષે ધામધૂમથી તે ઊજવીએ છીએ. ઉજવણી શરૂ કરવા મારો પરિવાર અને અમે અમારા ઘરમાં અગાઉથી જ સાફસફાઈ રીએ છીએ અને ફૂલો તથા દીવાઓથી ઘર સજાવીએ છીએ. મારી પત્ની બાપ્પા માટે મીઠાઈઓ બનાવે છે,

જે પછી પાડોશીઓ અને મિત્રોમાં વહેંચવામાં આવે છે. આજે હું જે પણ છું તેની પાછળ બાપ્પાના આશીર્વાદ છે અને હું મારા પરિવાર અને મારી આસપાસના બધાના ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરું છું. અમે ક્યારેય ઘરમાં સ્થાપના પછી બાપ્પાને એકલા છોડતા નથી. મારી પુત્રીઓ, સભ્યો અને હું વારાફરતી જાગરણ કરીએ છીએ અને પાળીઓમાં બાપ્પાની સેવા કરીએ છીએ. મેં પરિવારજનો અને મિત્રોને આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. બે વર્ષ પછી અમે ભવ્ય રીતે ઉજવણી કરવા માટે ઉત્સુક છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.