કામના પાઠકે સંદીપ શ્રીધર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં
એન્ડટીવી પર “હપ્પુ કી ઉલટન પલટન”માં દબંગ દુલ્હનિયા રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક અસલ જીવનની દુલ્હનિયા બની ગઈ છે. અભિનેત્રીએ 8મી ડિસેમ્બરે તેના લાંબા સમયના ફ્રેન્ડ અને અભિનેતા સંદીપ શ્રીધર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં છે. નાગપુરમાં લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં તેમના નજીકના સંબંધીઓ અને તેમના જૂજ મિત્રોએ હાજરી આપી હતી. Kamna Pathak gets hitched! Ties the knot with Sandeep Shridhar
લગ્ન સમારંભ વિશે બોલતાં કામના પાઠક કહે છે, “આખરે હું પરણી ગઈ છે અને તે વિધિસર છે (હસે છે). મારી આસપાસ બધા જ મારા જીવનમાં કોણ પુરુષ છે અને હું ક્યારે પરણીશ તે બાબતે ઉત્સુક હતા. આ એક એવો પ્રશ્ન હતો જે દરેક ચર્ચામાં મને સંડોવતો હતો. આથી આખરે બિલાડું કોથળામાંથી બહાર કાઢ્યું છે.
મેં નિકટવર્તી મિત્રો અને પરિવારજનોની હાજરીમાંનાગપુરમાં ખાનગી સમારંભમાં લગ્ન કર્યાં છે. લગ્નપ્રસંગ ચાર દિવસ ચાલ્યો હતો. સગાઈ સમારંભ સાથે ઉજવણી શરૂ થઈ હતી. નાગપુરમાં લાક્ષણિક મરાઠી સ્ટાઈલમાં લગ્ન સમારંભ યોજાયો હતો. મરાઠી લગ્નો બહુ સાદગીપૂર્ણ અને ઝડપી હોય છે.
મેં બારીક ગોલ્ડ બોર્ડર સાથેની સિલ્કની સાડી પહેરી હતી. માથા પર મુંડવલ્યા સાથે સુંદર અને અજોડ મહારાષ્ટ્રિયન સ્ટાઈલની આ સાડી હતી. અમે લગ્નની એક કે બે દિવસ પૂર્વે યોજાતી મરાઠી વિધિ કેલ્વનનું પણ આયોજન કર્યું હતું. હળદી, મહેંદી, સંગીત અને ફેરા સહિતની પરંપરાઓ આ નારંગી શહેરમાં યોજાઈ હતી,
જે પછી ઈન્દોરમાં મારા વતનમાં ભવ્ય રિસેપ્શન રખાયું હતું. મારા વાલીઓની આંખોમાંથી મને નવોઢાના પોશાકમાં જોઈને અશ્રૂ આવ્યાં હતાં અને હું પણ ભાવનાત્મક બની ગઈ હતી. મને સપના જેવું મહેસૂસ થતું હતું, પરંતુ તે વાસ્તવિક અને ચમત્કારિક હતું.”
પતિ અભિનેતા સંદીપ શ્રીધર વિશે બોલતાં કામના કહે છે, “અમે રંગમંચ થકી એકબીજાને જાણતાં હતાં અને મિત્ર હતાં. ઘણાં વર્ષો સુધી એકબીજાને જાણ્યા પછી અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અમને બંનેને અમારી કળા માટે પ્રેમ અને લગની છે, જેના થકી જ અમે એકત્ર આવ્યાં છીએ. લગ્ન સમયે બેચેની મહેસૂસ થાય છે.
એવું કહેવાય છે અને પરસાળમાં ચાલતી વખતે અમુક નર્વસનેસ હતી, પરંતુ તેને વરના પોશાબમાં જોયો અને તે મેં હંમેશાં કલ્પના કરી હતી તેવો જ રાજકુમાર દેખાતો હતો, જે જોઈને મારી નર્વસનેસ દૂર થઈ ગઈ. પતિ- પત્ની તરીકે અમારો પ્રવાસ શરૂ કરવા અમે ભારે રોમાંચિત છીએ. અમારા પરિવારો લાંબા સમયથી એકબીજાને જાણે છે
અને અમને બહુ ટેકો આપ્યો છે. સંદીપ બહુ વહાલો અને પ્રોત્સાહનજનક છે. આ સ્વભાવને લીધે જ અમે નિકટ આવ્યાં અને એકબીજાના પ્રેમમાં પડ્યાં. એક છોકરી તેના બેસ્ટ ફ્રેન્ડને પરણે તેનાથી વધુ ખુશી કોઈ હોઈ નહીં શકે અને મને મારો બેસ્ટ ફ્રેન્ડ મારા જીવનના ભાગીદારના રૂપમાં મળ્યો તે માટે ભાગ્યશાળી હોઉં તેવી લાગણી થાય છે.”