હું કમાતી થઈ ત્યારથી મેં સાડીઓ ભેગી કરવાનું શરૂ કર્યું: કામના પાઠક
સાડીપ્રેમઃ કામના પાઠકનો નવવારી માટે પ્રેમ!
સાડીઓ નિઃશંક રીતે સૌથી મનોહર હોય છે અને આ સ્ટાઈલિશ પારંપરિક ભારતીય પહેરવેશ કોઈ પણ અવસર માટે પહેરી શકાયછે. અને તેથી જ આ ક્લાસિક અને ફ્યુઝન સાડીઓ દરેક મહિલાના વોર્ડરોબમાં અચૂક હોય છે. આ વિશે બોલતાં અત્યંત લોકપ્રિય એન્ડટીવીની ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનની કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહને નવવારી પ્રત્યે બેહદ પ્રેમ છે અને બધા પ્રકારની સાડીઓનું મોટું કલેકશન ધરાવે છે.
અભિનેત્રીને શૂટ દરમિયાન તે પહેવાનું ગમે છે અને શૂટિંગમાં નહીં હોય ત્યારે પણ સાડીમાં જોવા મળે છે. સાડીઓ પ્રત્યે તેનો પ્રેમ રોજના પોશાકની પાર જાય છે. તેના કલેકશનમાં દેશના જુદા જુદા ભાગની સર્વ પારંપરિક અને ફ્યુઝન સાડીઓનો સમાવેશ થાય છે. સાડીઓ માટે શોપિંગ એ તેના ડોમેસ્ટિક પ્રવાસની યાદીમાં અવ્વલ સ્થાને હોય છે!
નવવારી માટે પ્રેમ વિશે બોલતાં એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશનું પાત્ર ભજવતી કામના પાઠક કહે છે, “કોઈકને બરોબર જ કહ્યું છે કે સાડીઓ ક્યારેય ફેશનની બહાર જતી નથી અને મહિલાના વોર્ડરોબમાં તે અવશ્ય હોવા જોઈએ. આ પોશાકમાં દરેક મહિલા તેનો આકાર કે કદ ગમે તે હોય તો પણ મનોહર અને આકર્ષક દેખાય છે.
મેળાવડો હોય, પાર્ટી, ફોર્મલ ઈવેન્ટ્સ હોય કે પારંપરિક સમારંભો હોય, સાડીઓ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવવા માટે ઉત્તમ પસંદગી બની શકે છે. આ એક એવો પોશાક છે જે ક્યારેય જૂનો થયો નથી અને સમય સાથે ઊલટાનું ઉત્ક્રાંતિ જ પામ્યો છે. સાડીઓ હંમેશાં મારા ફેવરીટ ગારમેન્ટ્સમાંથી એક છે અને મારો પ્રથમ પ્રેમ છે.
હું બહુ નાની ઉંમરથી તેના પ્રેમમાં પડી હતી. મારી માતા સાડી તરીકે દુપટ્ટો ધારણ કરતી હતી અને હું આખો દિવસ અરીસામાં પોતાને જોઈને હરખાતી રહેતી (હસે છે). મારા પરિવારે તે સમયે મારી બહુ મજાક કરી હતી. હું મોટી થઈ તેમ નવવારી પ્રત્યે મારો પ્રેમ વધ્યો અને મેં તે વારંવાર પહેરવાનું શરૂ કર્યું.
હું કમાતી થઈ ત્યારે મેં ,સાડીઓ ભેગી કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ મેં પ્રવાસ શરૂ કર્યા પછી હું જ્યાં પણ જતી તે શહેરોમાં લોકપ્રિય અસલી પારંપરિક સાડીઓ જમા કરતી હતી. સમયાંતરે મારી પાસે સાડીઓના અલગ અલગ પ્રકારનું કલેકશન ભેગું થયું છે અને તેનો સંગ્રહ કરવા મેં અલગ જગ્યા બનાવી છે.
તાજેતરમાં મેં નવરાત્રિ માટે ગ્વાલિયરની મુલાકાત લીધી અને ત્યાર પછી દેવ દીપાવલીમાં વારાણસી ગઈ હતી. વિવિધ ઘાટની મુલાકાત ઉપરાંત દેવ દીપાવલીની ઉજવણી સાથે સ્થાનિક ગલીઓનાં ખાદ્યો, સાડીઓ માટે શોપિંગ મારી યાદીમા ટોચે હતાં. આથી મેં એક નહીં પણ પાંચ બનારસી સાડી ખરીદી કરી. વિવિધ શહેરની સાડીઓ ભેગી કરવાનો હવે મારો રિવાજ બની ગયો છે. જો હું તે નહીં કરું તો મારી ટ્રિપ અધૂરી લાગે છે (હસે છે).”
સાડીઓમાં ફેવરીટ સેલિબ્રિટીઓ પર બોલતાં કામના કહે છે, “રેખાજી સાડીઓ માટે ભારતીય સ્ટાઈલ આઈકોન છે. તેમનું વ્યક્તિત્વ અને તેમના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં મનોહરતાએ હંમેશાં તેઓ જ્યાં પણ જોવા મળે ત્યાં અચૂક આકર્ષણ જમાવે છે. તેમની સ્ટાઈલ સેન્સ બેજોડ છે. તેઓ પેઢી દર પેઢી પ્રેરણા આપતાં રહ્યાં છે.
રસપ્રદ રીતે મેં રેખાજીની કાંજીવરમથી પ્રેરિત વારાણસીમાં લાલ સાડી ખરીદી કરી હતી. દુકાનદારે મને કહ્યું કે ઘણા બધા ખરીદદારો રેખાજીની વિવિધ સાડીઓના લૂક્સ માટે આવે છે અને ઘણી બધી મહિલાઓ લાલ સાડી ખરીદી કરવા માગતી હતી, પરંતુ આ સાડી તમારા નસીબમાં હતી.
મારી અન્ય ફેવરીટ સાડી સ્ટાઈલ આઈકોન વિદ્યા બાલન છે, જે પારંપરિક અને ઓફફ-બીટ અજોડ ફેશન સેન્સ ધરાવે છે. મારે કહેવું જોઈએ કે મેં હપ્પુ કી ઉલટન પલટનમાં રજ્જોનો સાડી લૂક પણ ધારણ કર્યો છે. તેના વોર્ડરોબમાં પારંપરિક વર્ક સાથેની સ્વર્ણિમ રંગોની સાડીઓ છે. ખાસ કરીને શૂટ પર રોજ સાડી પહેરવાનું મુશ્કેલ છે એવી ફરિયાદ ઘણા લોકો કરી શકે છે ત્યારે મારે માટે આ થેરાપ્યુટિક છે!”