Western Times News

Gujarati News

કંગનાએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામભદ્રાચાર્ય સાથે કરી મુલાકાત

મુંબઈ, રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ઉત્સાહ દુનિયાભરમાં જાેવા મળી રહ્યો છે. આપણાં માટે આ ઘડી બહુ સૌભાગ્યશાળી છે. રામ મંદિર ઉદ્રાટન સમારોહ પહેલાં રાજનૈતિક નેતાઓની સાથે-સાથે ફેમસ હસ્તીઓ પણ અયોધ્યા પહોંચવા લાગ્યા છે. ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૨૨ જાન્યુઆરીના રોજ છે જ્યાં ભગવાન રામલલાની મૂર્તિ રાખવામાં આવશે.

આ કાર્યક્રમમાં શામિલ થવા માટે બોલિવૂડ અને ખેલ જગતની જાણીતી હસ્તીઓ સામેલ થશે. કંગના રનૌત અયોધ્યા પહોંચી ગઇ છે અને ખાસ હવનની સાથે-સાથે અયોધ્યામાં રામભદ્રાચાર્ય સાથે મુલાકાત કરી. કંગના રનૌતે એમના એક્સ હેન્ડલ પર અયોધ્યા પહોંચતાની સાથે કેટલીક ખૂબસુરત અને મનમોહક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ કંગનાએ રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં તસવીરો અને વિડીયો શેર કર્યા છે.

આ તસવીરોમાં ગુરુ રામભદ્રાચાર્યના આશીર્વાદ લેતી નજરે પડે છે. સોશિયલ મિડીયા પર એક્ટ્રેસના વિડીયો અને તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં હનુમાન ગઢી મંદિરમાં યજ્ઞ અને ભગવાનના દર્શન પછી મંદિરમાં સફાઇ કરતા સેવા આપતી નજરે પડી છે. કંગના રનૌતે રામભદ્રાચાર્યની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે આઓ મેરે રામ.

આજે પરપૂજનીય શ્રી રામભદ્રાચાર્ય જીને મળી અને આશીર્વાદ લીધા. એમના દ્રારા આયોજીત શાસ્ત્રવત સામુહિક હનુમાનજી યજ્ઞનો હિસ્સો બનવાનો મોકો મળ્યો. અયોધ્યા ધામમાં શ્રી રામના સ્વાગતમાં બધા રામમયી છે. કાલે અયોધ્યાના રાજા લાંબા વનવાસ પછી એમના ઘરે જઇ રહ્યા છે.

આઓ મેરે રામ..આઓ મેરે રામ. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૨૨ જાન્યુઆરીના રોજ થશે અને આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ બીજા ગણમાન્ય વ્યક્તિ હાજર રહેશે. કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ તેજસમાં જાેવા મળી હતી. હવે ફિલ્મ ઇમરજન્સીમાં જાેવા મળશે.

આ ફિલ્મમાં કંગના રનૌત ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે. આ સિવાય એ સીતા-ધ ઇનકારનેશનને લઇને ચર્ચામાં છે. આમ વાત કરવામાં આવે તો કંગના રનૌત હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. કંગનાની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. કંગનાની આ તસવીરો જાેઇને લોકો વખાણ કરી રહ્યા છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.