નવી સંસદ ભવન પહોંચી કંગના રનૌત-એશા ગુપ્તા
મુંબઈ, ૧૯ સપ્ટેમ્બરે દેશને નવી સંસદ ભવન મળી. આ દરેક માટે ઐતિહાસિક ક્ષણ છે. આ ખાસ અવસર પર પીએમ મોદી અને તેના મંત્રીઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. નવી સસંદ ભવનના ઉદ્ધાટનમાં બોલિવુડની ૨ અભિનેત્રીઓ પણ જાેવા મળી હતી. કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સસંદ પહોંચી હતી. બંન્ને અભિનેત્રીઓને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
કંગના રનૌત અને એશા ગુપ્તાનો સંસદ ભવનની બહારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંન્ને અભિનેત્રીઓ ભારતીય પૌશાકમાં જાેવા મળી રહી છે. કંગના વ્હાઈટ સાડીમાં જાેવા મળી હતી. તેમજ એશા ગુપ્તા પીચ કલરના સુટમાં સુંદર લાગી રહી હતી. કંગના અને એશાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.
કંગનાએ મહિલા અનામત બિલ પર વાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી.
કંગનાએ જણાવ્યું કે, મહિલાઓ માટે રાજકારણમાં કરિયર બનાવવું કેટલું મુશ્કેલ છે. કંગનાએ કહ્યું કે નવી સંસદનું પ્રથમ સત્ર મહિલા સશક્તિકરણને સમર્પિત કરવું એ સન્માનની વાત છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે અનેક કામો કર્યા છે. આ તમામનું ક્રેડિટ તેમને જાય છે.હવે આપણે આર્મી અને એરફોર્સ જેવા લડાયક ક્ષેત્રોમાં વધુ મહિલાઓ જાેઈ રહ્યા છીએ. આ એક નવો યુગ છે. અભિનેત્રીએ નવી સંસદ ભવનને સુંદર ગણાવી હતી.
મહિલા આરક્ષણ બિલ પર, અભિનેત્રી એશા ગુપ્તા કહે છે, “તે એક સુંદર વસ્તુ છે જે પીએમ મોદીએ કર્યું છે. તે ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. આ અનામત બિલ મહિલાઓને સમાન અધિકારો આપશે.
બિલના ડ્રાફ્ટ અનુસાર, દિલ્હી સહિત સંસદ અને તમામ વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. મોટી વાત એ છે કે જીઝ્ર-જી્ વર્ગ માટે ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવામાં આવશે. મતલબ કે ૩૩ ટકા અનામતની અંદર જીઝ્ર-જી્માં સમાવિષ્ટ જાતિઓ માટે અનામતની જાેગવાઈ હશે. પરંતુ ઓબીસી વર્ગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.SS1MS