કંગના રનૌતને તેની પ્રોપર્ટી કેમ ગીરવે મૂકી પડી

કંગનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ ઇમરજન્સીના શૂટિંગની તસવીર શેર કરી છે, એક્ટ્રેસે ઈમોશનલ નોટ લખી
નવી મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મ ઇમરજન્સીને લઈને ચર્ચામાં છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. કંગના રનૌત લાંબા સમયથી ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થવા પર તેણે એક ખુલાસો કર્યો છે કે તેણે ફિલ્મ ઇમરજન્સી માટે પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકી છે.
કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ઇમરજન્સીના શૂટિંગની તસવીર શેર કરી છે. આ સાથે જ એક્ટ્રેસે ઈમોશનલ નોટ લખી છે. કંગના રનૌતનું કહેવું છે કે તેણે આ ફિલ્મ માટે પોતાની બધી સંપત્તિ ગિરવે મૂકી હતી. આ ઉપરાંત ફિલ્મના પહેલા શિડયુલ દરમિયાન તેને ડેન્ગ્યૂ થયો હોવાનું નિદાન થયું હતું.
બધી મુશ્કેલીઓ હોવા છતાં, તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું. કંગના ફિલ્મ ‘ઈમરજન્સી’માં દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં જ એક પોસ્ટમાં કંગનાએ સેટ પરથી ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે ઈન્દિરા ગાંધીના લુકમાં જાેવા મળી રહી છે.
આ સાથે કેપ્શનમાં તેણે જણાવ્યું છે કે, તેણે આ ફિલ્મ માટે પોતાનું ઘર ગિરવે મૂકવું પડ્યું હતું. કંગનાએ લખ્યું, ‘આજે એક અભિનેતા તરીકે મેં ‘ઇમરજન્સી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આજે મારા જીવનનો એક ગૌરવશાળી તબક્કો પૂરો થયો છે. એવું લાગે છે કે મેં આ આખો તબક્કો ખૂબ જ સરળતાથી પાર કર્યો છે,
પરંતુ વાસ્તવિકતા જુદી છે. આ માટે, મારે મારી બધી સંપત્તિ ગીરવે મૂકવી પડી. ફિલ્મના પહેલા શેડ્યૂલ દરમિયાન મને ડેન્ગ્યુ થયો હતો. રક્તકણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.