‘બિગબોસ’ના ઘરમાં કંગના રણૌતે સરમુખત્યારશાહી ચલાવી
મુંબઈ, કંગના રણૌત તાજેતરમાં સલમાન ખાનના શો ‘બિગબોસ’ના ઘરમાં એન્ટ્રી કરતી જોવા મળી હતી. આ લોકપ્રિય ટીવીશોની હાલ ૧૮મી સીઝન ચાલી રહી છે. કંગનાએ નવેસરથી પોતાની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ ‘ઇમરજન્સી’નું પ્રમોશન ફરી એક વખત શરૂ કર્યું છે.
આ ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે ‘બિગબોસ’ની મહેમાન બનેલી કંગનાએ ઘરવાસીઓને કેટલાંક ટાસ્ક સાથે ચેલેન્જ આપી હતી. રીયાલિટી શોમાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાના અનુભવ વિશે કહ્યું હતું કે અંદરનો માહોલ અસ્તવ્યસ્ત અને બહુ વધારે પડતો નખરાવાળો હતો.
મારે સરમુખત્યાર બની જવુ પડ્યુ હતું. કંગના ઘરમાંથી બહાર નીકળી કે પાપરાઝી તેને ઘેરી વળ્યાં હતાં. જ્યારે તેને ઘરની અંદર કરાયેલા ઇમરજન્સી ટાસ્ક વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “આ લોકોએ બહુ નાટક કર્યા. બહુ ઉત્પાત મચાવ્યો. મેં અંદર જઇને સરમુખત્યારશાહી બતાવી છે. ” આ પહેલાં પણ કંગના પોતાની ફિલ્મ તેજસના પ્રમોશન માટે બિગબોસ ૧૭માં પણ ગઈ હતી.
જેમાં તેણે વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન સાથે ઘણી મસ્તી મજાક કરી હતી. તે જ દર્શાવે છે કે તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં વિવિધ પ્રકારના લોકો સુધી પહોંચવા કઈ રીતે બિગબોસમાં આવેલા સેલેબ્રિટીઝ અને તેમના ફૅન ફોલોઈંગનો લાભ લે છે.
હાલ આ શોની ૧૮મી સીઝન ચાલે છે, જેમાં ટોપ ૧૦ કન્ટેસ્ટન્ટ જ રહ્યા છે. જેમાં વિવિયન ડિસુઝા, કરણવીર મહેરા, રજત દલાલ, અવિનાશ મિશ્રા, કશીશ કપૂર, એશા સિંઘ, ચમ દરંગ, શ્›તિકા અર્જુન, શિલ્પા શિરોડકર અને ચાહત પાંડે જેવા ચહેરાઓ છે.SS1MS