કંગના રનૌતે સીએમ યોગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુંબઈ, કંગના રનૌત લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પોતાની જીતની ઉજવણી કરી રહી છે. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપીની ઉમેદવાર હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને જંગી અંતરથી હરાવીને મંડી બેઠક જીતી હતી.
કંગના રનૌત પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આવી સ્થિતિમાં તેની જીત ચાહકો માટે પ્રેરણારૂપ બની છે. તેના ઘરે અને તેના ચાહકોમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે. દરમિયાન, અભિનેત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીએમ યોગી આદિત્યનાથ સાથેનો પોતાનો ફોટો શેર કર્યાે છે. બંનેના ચહેરા પર સ્મિત છે.
આ ફોટો સાથેના કેપ્શનમાં કંગના રનૌતે લખ્યું, ‘આપણા દેશના સૌથી આદરણીય અને પ્રિય મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા.’ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થયા હતા. હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના રનૌતને ૫૩૭૦૨૨ મત મળ્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને ૭૪૭૫૫ મતોથી હરાવ્યા હતા. કંગનાનો પરિવાર અને ચાહકો તેની જીતથી ખૂબ જ ખુશ છે.
અભિનેત્રીની મોટી બહેન અને મેનેજર રંગોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને તેની માતા આશા રનૌતનો ડાન્સ કરતો વીડિયો શેર કર્યાે હતો. રંગોલી અને તેની માતા મંજીરે વગાડીને અને તાળીઓ પાડીને અન્ય લોકો સાથે ઉજવણી કરતી જોવા મળી હતી.
કંગના રનૌતને પણ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતા અનુપમ ખેરે ઠ પર કંગનાનો મોન્ટેજ વીડિયો શેર કર્યાે અને લખ્યું, ‘ડિયર કંગના, તમારી મોટી જીત પર અભિનંદન. તમે રોકસ્ટાર છો. તમારી યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી રહી છે.
હું તમારા માટે, મંડી અને હિમાચલ પ્રદેશના લોકો માટે ખૂબ જ ખુશ છું. તમે દરેક વખતે સાબિત કર્યું છે કે જો તમે એકાગ્ર રહો અને સખત મહેનત કરો તો કંઈપણ શક્ય છે. વિજયી બનો.’ કંગના રનૌતે ચૂંટણી પરિણામો પહેલા આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે રાજકારણમાં જોડાયા બાદ બોલિવૂડ છોડી દેશે.
જોકે ચાહકો હજુ પણ તેની નવી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીની ફિલ્મ ‘ઇમરજન્સી’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ સિવાય કંગના પાસે ‘મણિકર્ણિકા ૨’ પણ છે.SS1MS