કાંકણપુર કોલેજની વિદ્યાર્થીનિઓ ખો-ખો ની રમતમાં ચેમ્પિયન
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકના કાંકણપુર ખાતે આવેલ શ્રી.જે.એલ.કે કોટેચા આર્ટસ અને .એસ.એચ ગાર્ડી કોલેજની વિદ્યાર્થીનીઓ એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત ખો -ખો રમતમાં ભાગ લીધો હતી આ સ્પર્ધા કવાંટ ખાતે યોજાઈ હતી.તેમાં ૧૯ જેટલી કોલેજાેએ ભાગ લીધો હતો.તેમાં કાંકણપુર કોલેજની વિદ્યાર્થીનીઓ ની ટિમ ચેમ્પિયન બની હતી.
જેમાં તેઓનું નેશનલ લેવલ સુધી સિલેક્શન થયું.તેમણે ટ્રેનિંગ ટીમના સ્પોર્ટ ઇન્ચાર્જ ડૉ શૈલેષભાઇ પટેલ,જયદેવ ચૌહાણ ,યાદરિયા સાહેબ અને બાલકૃષ્ણ પરમારે આપી હતી તેમની ટીમને જીતાડવા માટે તેમને સખત મહેનત કરી હતી. ટિમ ચેમ્પિયન બની કોલજનું ગૌરવ વધારેલ છે તે બદલ તેમને કોલેજના ટ્રસ્ટી કોલેજના આચાર્ય ડૉ.કુમાર જૈમીની શાસ્ત્રી સહિત કોલેજ પરિવારે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.