Western Times News

Gujarati News

થળી જાગીર મઠના નવા મહંત પદે શ્રી શંકરપુરીને બિરાજમાન

કાંકરેજ, કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરૂગાદી એવા દેવ દરબાર જાગીર મઠ ખાતે રાજપૂત સમાજના ૧૦૦૮ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા રાજપૂત સમાજની બેઠક મળી હતી.

થોડા દિવસ પહેલાં થળી જાગીર મઠના મહંત સ્વ. જગદીશપુરી બાપુનું હાર્ટ એટેકથી નિધન થતાં નવા મહંતને ગાદી પર બેસાડવા માટે દેવ દરબાર જાગીર મઠના ૧૦૦૮ મહંત બળદેવનાથ બાપુ તેમજ કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ,

યુવાનો અને બ્રાહ્મણ પંડિતો દ્વારા વિધિવિધાન મુજબ જૂના ઈતિહાસ પ્રમાણે નવા મહંત તરીકે શંકરપૂરીને નવા ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં દસ નામ ગૌસ્વામી સમાજ દ્વારા ૧૦૦૮ શંકરપૂરી બાપુનો વિરોધ કરીને નવા મહંત તરીકે સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત જગદીશપુરીના ભત્રીજા અંક્તિપુરીને મઠની બહાર ગોસ્વામી સમાજ દ્વારા ચાદર વિધિ કરવામાં આવી હતી જેમાં મામલો ગરમાયો હતો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મોરચો સંભાળ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પછી એસઆરપીની મદદ લેવામાં આવી છે, જોકે અત્યારે થળી જાગીર મઠ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈપણ વ્યક્તિને મઠમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

જોકે મહિલા દર્શનાર્થીઓ અનેનાના બાળકોને મંદિરમાં દર્શનકરવા જેવા દેવામાં આવે છે ત્યારે હવે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને એકબીજા પક્ષ આમને-સામને ન આવે એ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસની બાજનજર રહેશે જેને દિવસો વીતિ ગયા છતાં હજુ સુધી મામલો થાળે પડયો નથી.

હવે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની ગુરૂગાદી એવા દેવ દરબાર જાગીર મઠ ખાતે શ્રી ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને ચિંતન બેઠક મળી હતી જેમાં કાંકરેજ નેપાળના રાજાના રાજકુંવર અણધડનાથ શ્રી ઓગડનાથ સંપ્રદાયનો ૪પ૦ વર્ષ જૂનો ઈતિહાસ લખાયેલ છે. રાણી અહલ્યાબાઈએ એક તોપ થળી જાગીર મઠ ખાતે ભેટ આપવામાં આવી હતી

જે મોજૂદ છે ત્યારે હવે કોઈપણ મઠ ખાતે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા નવા મહંતની ચાદરવિધિ કરવામાં આવે છે જેમાં થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ વી.ડી.વાઘેલા, સુખદેવસિંહ સોઢા, બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા,

કાંકરેજ તાલુકા યુવા રાજપુત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા અને કર્મચારી મહામડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ, ઉબરી સરપંચ જાલુભા વાઘેલા સહિત હરગોવનભાઈ શિરવાડિયા, શિરવાડાના પૂર્વ સરપંચ કરશનભાઈ જોષી, હંસપુરી ગોસ્વામી, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.