વરરાજાના પિતાએ ચાંદલાની રોકડ-દાગીના કન્યાના પિતાને પરત કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
રાજપૂત સમાજ માટે કરિયાવરનું નહીં પણ કન્યાદાન મહત્વનું-દીકરીના લગ્નમાં રોકડ સહિત દાગીનાં પરત કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
કાંકરેજ, કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં રોકડ રકમ તેમજ દાગીના પરત આપી સોલંકી દરબારે ઉદાહરણ આપ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે અમદાવાદ જિલ્લાના ચુંવાળ પંથક રાજપુરાના સોલંકી રાજપૂત સમાજના સુરભા મેરૂભાના કુંવરશા રા.રા. ગુણવંતસિંહજીની જાન લઈને આવ્યા હતા.
જેમાં સમાજના રીત-રિવાજ મુજબ લગ્નમાં ચાંદલા પેટે રોકડ રકમ ર૧૦૦૦ (એકવીસ હજાર) રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના, તાંબા- પિત્તળ ધાતુ અને સ્લના વાસણો કુંવરીબા અંકિતાબાના પિતા વાઘેલા જલુભાને પરત આપ્યા હતા
જેમાં માત્ર એક સોનાની વીંટી અને પિત્તળનો ઘડો વર પક્ષ લઈને કંકુ અને કન્યા સાથે આન, બાન, શાનથી રાજપુરા ગામના સોલંકી સાથે ઝાલા મકવાણા, રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો અને વડીલો સાથે કાંકરેજ તાલુકાના આકોલી, વડા અને થરા ગામના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના લોકોએ રાજપુરા ગામના સોલંકી સુરભા મેરૂભા અને સમાજનો આભાર વ્યકત કર્યો હતો.
રાજપૂત સમાજ માટે કરિયારવરનું નહી પણ કન્યાદાન મહત્વનું છે એનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું. આકોલી દરબાર ગઢ કુંવરીબાના મોટા બાપુજી વાઘેલા ભીખુભા ગાંડાજી, કાકા દશુભા વાઘેલા સહિત ગામના સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપુત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા,
કાંકરેજ તાલુકા કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, પૂર્વ ડેપ્યુટી સરપંચ બનેસિંહ વાઘેલા, હેમુભા બી.વાઘેલા તંત્રી સહિત અઢારે આલમના લોકોએ આ અંગે રાજપુરા ગામના સોલંકી સુરભા મેરૂભાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં જાગૃતિ લાવવા બદલ આભાર માન્યો હતો.