કન્નડ સ્ટાર દર્શનને બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
મુંબઈ, કન્નડ સ્ટાર દર્શન થૂગુદીપાના કિસ્સાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. હાલમાં જ જેલની અંદરની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં હત્યાનો આરોપી દર્શન જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ લેતો જોવા મળ્યો હતો. આ તસવીરો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પરંતુ છેલ્લી માહિતી મુજબ દર્શનને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, જેલમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળવાના આરોપોને પગલે તેને બેંગલુરુની પરપ્પના અગ્રહારા જેલમાંથી બલ્લારી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
દર્શન ૩૩ વર્ષીય ઓટો ડ્રાઈવર અને તેની ફેન રેણુકા સ્વામીની હત્યાના કેસમાં કસ્ટડીમાં છે.હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે જેલની અંદર અન્ય ત્રણ લોકો સાથે ફરતો જોવા મળ્યો હતો.
તસવીરમાં દર્શન એકદમ હળવા મૂડમાં ખુરશી પર બેઠો હતો અને સિગારેટ અને કોફીનો મગ પકડી રહ્યો હતો. આ સાથે એક અસ્પષ્ટ વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં દર્શન જેલની અંદર વીડિયો કોલ પર કોઈની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
આ ફોટો સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો. મૃતકના પિતા સહિત સામાન્ય લોકોએ પણ દર્શનને જેલમાંથી શિફ્ટ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી શરૂ કરી હતી. આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું હતું કે, સરકાર દર્શનને જેલમાંથી શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકે નહીં.
આ અંગે જેલ સત્તાવાળાઓ કોર્ટ અને અન્ય સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને નિર્ણય લેશે.આ કેસમાં ૧૭ આરોપીઓને અલગ-અલગ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે દર્શનને બલ્લારી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે,
ત્યારે આ કેસમાં તેના સહ-આરોપી પવન, રાઘવેન્દ્ર અને નંદિશને મૈસુર જેલમાં ખસેડવામાં આવ્યા છે; જગદીશ અને લક્ષ્મણને શિવમોગા જેલમાં મોકલવામાં આવ્યા; ધનરાજને ધારવાડ જેલમાં, વિનુને વિજયપુરા જેલમાં, નાગરાજને કલાબુર્ગી જેલમાં અને પ્રદોષને બેલગવી જેલમાં મોકલવામાં આવ્યો છે.
અગાઉ, રેણુકા સ્વામીની હત્યાના અન્ય ચાર આરોપીઓ – રવિ, કાર્તિક, નિખિલ અને કેશવમૂર્તિ -ને તુમાકુરુ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કેસના ૧૭ આરોપીઓમાંથી ૩ – પવિત્ર ગૌડા, અનુકુમાર અને દીપક, પરપ્પના અગ્રહારા જેલમાં રહેશે.SS1MS