Western Times News

Gujarati News

કાંસ્ય થેરાપીથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છેઃ શરીરનો થાક ઓછો કરી ઠંડક વધારે છે

છેલ્લા કેટલાક સમયથી આપણાં ત્યાં કાંસ્યથાળી ફૂટ મસાજ – કાંસ્યથેરાપીની શરૂઆત થઈ છે. અમદાવાદ મણિનગરમાં રહેતા દિપ્તેશ મહેતા એ તેમના રહેઠાણના સ્થળે અને સેટેલાઈટના મધુર હોલ, પ્રહલાદનગર ખાતે સિટી સ્ક્વેર માર્ટમાં આ થેરાપીની શરૂઆત કરી છે.

દિપ્તેશ મહેતા કે જેઓ વર્ષો સુધી સેલ્સ અને માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા હતા, ઘણી સારી જાણીતી FMCG – Cosmetics – Garments બ્રાંડ્સમાં એરીયા મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે – પરંતુ છેલ્લા ૧૨-૧૩ વર્ષના ગાળામાં વારંવાર હ્રદયમાં એન્જીયોપ્લાસ્ટી થવી અને તેમનાં હ્રદયમાં સાત સાત સ્ટેન્ટ મુકેલા હોવાથી દોડધામ વાળી નોકરીને તિલાંજલિ આપી અને જીવનમાં હાર માનવાના બદલે આત્મનિર્ભર બનવાના ઉદ્દેશથી કાંસ્યથાળી ફૂટ મસાજ સેન્ટરની શરૂઆત કરી છે.

• કાંસ્ય થેરાપી એ વર્ષો જૂની પરંપરાથી કાંસાની વાડકીથી તેલ કે ઘી દ્વારા પગના તળિયામાં કરવામાં આવતું મસાજ છે.

• આ થેરાપી એ ત્રિદોષ નિવારણમાં ઉત્તમ કારગર સાબિત થાય છે (ત્રિદોષ એટલેકે વાત – પિત્ત અને કફ). કાંસ્ય થેરાપીથી થતાં ફાયદાઓ જોઇએ તો :

• શરીરની આંતરિક ગરમીને દૂર કરે છે.

• શરીરમાં રહેલી ૭૨૦૦૦ નસ નાડીઓને ઉત્તેજિત કરીને બ્લડ સરક્યુલેશન રેગ્યુલર કરે છે.

• આંખોની માંસપેશીઓને ઉત્તેજિત કરે છે, જેનાં કારણે આંખોની નીચે રહેલા કાળાં કુંડાળા આપોઆપ દૂર થવા લાગે છે.

• શરીરનો થાક ઓછો કરે અને શરીરમાં ઠંડક વધારે છે.

• ડાયાબિટીસના કારણે પગમાં થતું નુકસાન તથા બળતરા અટકાવે છે, જેમ કે, ગેંગરીંગ થતું અટકે, નસો સુકાતી હોય તો રાહત થાય, પગની બળતરા તથા દુઃખાવામાં ઘટાડો કકરીને તેને અટકાવે અને રાહત આપે.

• અનિંન્દ્રા દૂર કરે અને ઊંઘ આપે

• પગ – ઘૂંટણ – એડીના દુઃખાવામાં રાહત આપે છે.

• પગનો સોજો દૂર કરે છે.

• પગના તળિયાં ફાટતાં અટકાવે છે.

• આંખોની નીચેના કાળા કુંડાળા દૂર કરી ચહેરાની ચમક વધારે છે.

• પાચનક્રિયાને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

• સાઈટીકા – વેરીકોસ વેઈન જેવી તકલીફોમાં ઘણી રાહત આપે છે.

• શરીર અને મનને શાંત કરે છે.

✓ લકવાના દર્દીને ઝડપી રીકવરી મેળવવા માટે સ્પેશિયલ આયુર્વેદિક તેલ દ્વારા સારવાર.

√ અમારે ત્યાં ફૂટ મસાજ માટે ‘ઉત્તમ આયુર્વેદીય ત્રિદોષનાશક તેલ’ વાપરવામાં આવે છે,

√ દસ મિનિટનું એક સિટીંગ ફક્ત ૱૧૦૦/- માં થાય છે, સાથે ૭ સિટીંગના ટ્રાયલ પેકથી લઈને ૩૦-૬૦-૯૦ સિટીંગ સુધીનાં અલગ અલગ ડિસ્કાઉન્ટ પેકેજ પણ ઉપલબ્ધ છે.

★ દિપ્તેશ મહેતાએ તેમનું આ કાંસ્યથાળી ફૂટ મસાજ મશિન શ્રીમતી નિતા અંબાણી પરીવારને તેમના ‘એન્ટિલીયા હાઉસ’ માટે પણ વેચાણ આપેલ છે અને અંબાણી પરિવાર તથા એન્ટિલિયા સ્ટાફ આ થેરાપી રેગ્યુલર લઈ રહ્યા છે.

★ ખાસ નોંધ :

√ શુધ્ધ ઘી તથા ગીર ગાયના ઘી ના નામથી બજારમાં વેચાણ થતાં ડુપ્લીકેટ ઘી આપના પગને નુકસાન પહોંચાડી શકે છે.

એ સાચું છે કે પહેલાના સમયમાં ગાયનાં શુધ્ધ ઘીથી પગના તળિયામાં વાટકી ઘસવામાં આવતી પરંતુ આજકાલ માર્કેટમાં ડુપ્લીકેટ ઘી ઘણાં મળે છે જેને મટનટેલો કહી શકાય. માટે ઘી કરતાં ત્રિદોષનાશક તેલ વધું સારું રિઝલ્ટ આપે છે.

√ કાસ્યથેરાપી અમારા મધુર હોલ સેટેલાઈટ તથાં અમારા મણિનગરનાં રહેઠાણના સ્થળે પણ આપવામાં આવે છે.

√ આ સિવાય વધારામાં અન્ય થેરાપી એટલે કે ખાસ કરીને બેલેન્સ થેરાપી એટલે કે શરીરનું બેલેન્સ જાળવી રાખીને, નાભી બેલેન્સ કરીને શરીરમાં રહેલાં નાનામોટા રોગોને દૂર કરવાની થેરાપી પણ આપવામાં આવે છે, કમરનાં દુખાવા, ઢીંચણના દુઃખાવા, સાઈટીકા – વેરીકોસ વેઈન જેવી તકલીફોમાં ફાયદાકારક સ્પેશિયલ થેરાપી પણ આપવામાં આવે છે.

★ શિરોધારા :- √ જો કોઈને વાળ તૂટતાં – ઝડતા હોય – માથામાં ઉંદરી હોય – હેર ગ્રોથ મળતો ન હોય – માઇગ્રેનની તકલીફો હોય તો અહીં દર રવિવારે શિરોધારા પણ કરવામાં આવે છે.. દિપ્તેશ મહેતા નાં મોટાભાઈ કમલેશ મહેતા કે જેઓ આયુર્વેદ ની અંદર ઘણાં પારંગત છે, ઘણીબધી આયુર્વેદીક દવાઓ બનાવે છે, અને આ કાસ્યથેરાપી નો કોન્સેપ્ટ પણ તેઓ જ લઈ ને આવ્યાં છે… કાંસ્યથાળી ફૂટ મસાજ સેન્ટર (એક્યુપ્રેશર પોઈન્ટ સાથે) ની વિશેષ જાણકારી માટે સંપર્ક:  દિપ્તેશ મહેતા – ૯૮૯૮૧૧૨૨૪૪


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.