કાંતારાએ ૧ કરોડ ટિકિટ વેચવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો

મુંબઈ, કન્નડ ફિલ્મ કાંતારા અત્યારે સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે દેશમાં ૨૭૬.૫૬ કરોડ કરતા પણ વધારે રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યારે હવે ‘કાંતારા’એ તદ્દન નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ‘કાંતારા’એ કર્ણાટકમાં ૧ કરોડ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર ૧૬ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ‘કાંતારા’એ તેના કન્નડ વર્ઝનમાં જ ૪૧ દિવસમાં ૧૫૧.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જ્યારે ‘કાંતારા’ની વર્લ્ડવાઈડ કમાણી ૩૫૩ કરોડ રૂપિયા કરતા પણ વધારે થઈ ગઈ છે. ‘કાંતારા’એ હિન્દી વર્ઝનમાં ૨૭ દિવસમાં ૬૮.૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કન્નડ ફિલ્મ કાંતારા અત્યારે સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના લેખક-એક્ટર-ડિરેક્ટર ઋષભ શેટ્ટી છે. બહુ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ઋષભ શેટ્ટીને સફળતા મેળવતા ૧૮ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે.
ઋષભ શેટ્ટી એક્ટર બનવા માગતો હતો માટે તેણે નાટકોથી કરિયરની શરૂઆત કરી હતી. કોલેજના દિવસોમાં જ્યારે ઋષભ શેટ્ટી પાસે ખાસ પૈસા નહોતા ત્યારે તે અભ્યાસની સાથે-સાથે નાનું મોટું કામ કરતો હતો. ત્યારે ઋષભ શેટ્ટી પાણીની બોટલ વેચવા સહિત રિયલ એસ્ટેટના ફીલ્ડમાં પણ કામ કર્યું હતું.
તેણે ખાસ્સો સમય હોટેલમાં પણ કામ કર્યું હતું. સાથે-સાથે ઋષભ શેટ્ટી ફિલ્મોમાં કામ મેળવવા માટે પણ પ્રયાસ કરતો હતો. ઋષભ શેટ્ટીના જણાવ્યા મુજબ, તે હંમેશાં એક્ટર બનવા માગતો હતો.
પણ, જ્યારે તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે તેનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી તેમજ ઓળખાણ નથી તો પછી તેને એક્ટિંગ કરવાની તક કેવી રીતે મળશે? પછી ધીરે-ધીરે ઋષભ શેટ્ટીએ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું અને એક્ટિંગની સાથે-સાથે ડિરેક્શનમાં પણ ઝંપલાવ્યું. ઋષભ શેટ્ટીએ કાંતારામાં એક્ટિંગ કરવાની સાથે તેને ડાયરેક્ટ પણ કરી છે અને તેની વાર્તા પણ લખી છે.
‘કાંતારા’એ દરેક ભાષામાં સારી કમાણી કરી છે અને હજી પણ બોક્સઓફિસ પર તેનો જાદુ ચાલુ છે. ઋષભ શેટ્ટી ફિલ્મની સફળતાથી અત્યંત ખુશ છે. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં ઋષભે જણાવ્યું છે કે, તે નથી ઈચ્છતો કે ‘કાંતારા’ની હિન્દી રિમેક બને.
ઋષભને પૂછવામાં આવ્યું હતું કે, આ ફિલ્મને હિન્દીમાં ડબ્બ કરવામાં આવી છે ત્યારે હિન્દીમાં રીમેક બને તેવી સંભાવના ખરી? જાે હિન્દી રિમેક બને તો કયો એક્ટર કયું પાત્ર ભજવી શકે છે?SS1MS